જામનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે જામનગર પંથકમાં દર્શન કરવા માટે જઈ રહેલો પરિવાર પાણીના પ્રવાહમાં તણાયો છે, આ સાથે જ તેમની કાર પણ પાણીમાં તણાઈ છે. કાલાવડ તાલુકાના નાની ભલસાણ ગામે જઈ રહેલો પરિવાર ઈકો ગાડી સાથે તણાયો છે. ઈકો ગાડીમાં સવાર 12 લોકો પાણીના પ્રવાહમાં ગાડી સાથે તણાયા છે. આ બનાવમાં પરિવારનો આકસ્મિક બચાવ થયો છે. કારમાં 12 લોકો સવાર હતા અને તેમનો આબાદ બચાવ થયો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જો કે પાણીના પ્રવાહમાં ફસાયેલા પરિવારજનોને કાલાવડ ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.
જામનગરનો રણજિત સાગર ડેમ થયો ઓવરફ્લો
બીજી તરફ જામનગરમાં ભારે વરસાદ વરસવાને પગલે રણજિત સાગર ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થવાના કારણે શહેરની પીવાના પાણીની સમસ્યાનો અંત આવ્યો છે. ડેમ ઓવરફ્લો થતા જામનગરવાસીઓને વર્ષભર રાહત રહેશે અને પાણીની કોઈ અછત સર્જાશે નહીં. આ અદભૂત દ્રશ્યોએ શહેરીજનોના મનમાં રાહત અને આનંદની લાગણી જન્માવી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ જામનગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જોડિયાના લીંબુડા, હડિયાણા, કુનડ અને માનપર સહિત આસપાસના ગામમાં વરસાદ વરસ્યો હતો. રોડ રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા હતા.
4 વાગ્યા સુધી 122 તાલુકામાં ધોધમાર વરસાદ
રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે અને મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે, ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદે કહેર પણ સર્જાવ્યો છે. રાજ્યમાં આજે 23 જૂને સાંજે 4 વાગ્યા સુધીમાં 122 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ સુરત શહેરમાં 8.86 ઈંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે સુરતના કામરેજમાં 7.13 ઈંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય પલસાણામાં 6.06 ઈંચ, બારડોલીમાં 4.69 ઈંચ, ઓલપાડમાં 4.21 ઈંચ, ચૌર્યાસીમાં 3.54 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જ રાજ્યના અલગ અલગ વિસ્તાર જેવા કે ડોલવાણમાં 3.5 ઈંચ, માંગરોળમાં 2.99 ઈંચ, માંડવીમાં 2.99 ઈંચ, પાવી જેતપુરમાં 2.28 ઈંચ, વ્યારામાં 2.28 ઈંચ, વાલોડમાં 2.17 ઈંચ વરસાદ, નડિયાદમાં 2.05 ઈંચ, ભરૂચમાં 1.77 ઈંચ, સોજીત્રામાં 1.73 ઈંચ અને ઉમરાળામાં 1.69 ઈંચ નોંધાયો હોવાની જાણકારી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે.
[ad_1]
Source link

