IPL બાદ પણ વૈભવ સૂર્યવંશીનો જલવો, છગ્ગાનો કર્યો વરસાદ, જુઓ VIDEO | Even after IPL Vaibhav Suryavanshi continued to shine hitting sixes

0
5

Vaibhav Suryavanshi Hitting Sixes: 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ IPL 2025માં ધૂમ મચાવી હતી. વૈભવ રાજસ્થાન રોયલ્સ ટીમમાં હતો. કેપ્ટન સંજુ સેમસન ઘાયલ થયા બાદ વૈભવને છેલ્લી 7 મેચમાં રમવાની તક મળી હતી. વૈભવે ટૂર્નામેન્ટમાં ચોગ્ગાથી વધારે છગ્ગા લગાવ્યા હતા. વૈભવે લીગમાં 18 ચોગ્ગા અને 24 છગ્ગા ફટકાર્યા હતા. હવે IPL સમાપ્ત થયા પછી, વૈભવ ફરી એકવાર મેદાન પર એક પછી એક છગ્ગા મારતો જોવા મળ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

વૈભવે IPLમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. હવે તે અંડર-19 એનસીએ કેમ્પમાં મેચ રમી રહ્યો છે. જેમાં વૈભવ એક પછી એક તાબડતોડ છગ્ગા ફટકારતો જોવા મળે છે. વૈભવ આ મહિને ભારતીય અંડર-19 ટીમ સાથે ઈંગ્લેન્ડના પ્રવાસે જવાનો છે. જ્યાં ટીમ ઈન્ડિયા 5 વનડે અને 2 ટેસ્ટ મેચ રમવાની છે.

IPL 2025માં વૈભવનું જોરદાર પ્રદર્શન

IPL 2025માં વૈભવનું જોરદાર પ્રદર્શન રહ્યું હતું. જેમાં કેપ્ટન સંજુ સેમસન ઘાયલ થતાં, વૈભવને રમવાનો મોકો મળ્યો હતો. IPL 2025માં કોઈ ભારતીય દ્વારા સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ તોડ્યો હતો. જેમાં વૈભવે માત્ર 35 બોલમાં સદી ફટકારી હતી. આ પહેલા  આ રેકોર્ડ યુસુફ પઠાનના નામે હતો, જેમણે 37 બોલમાં સદી ફટકારી હતી. વૈભવ સાત મેચ રમી હતી, જેમાં તેણે 207ની આસપાસના સ્ટ્રાઇક રેટથી 252 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો: વિરાટ કોહલી અને રોહિત શર્મા માટે સ્પેશિયલ ફેરવેલ, ઑસ્ટ્રેલિયામાં ખાસ તૈયારી: રિપોર્ટ

વૈભવે ટાટા કર્વ કાર જીતી

વૈભવે IPL 2025ની ટાટા કર્વ કાર પણ જીતી હતી. આ કાર સિઝનમાં સૌથી ઝડપી સ્ટ્રાઇક રેટ ધરાવતા ખેલાડીને આપવાની હોય છે. વૈભવે આ સિઝનમાં મોટા-મોટા દિગ્ગજોને પણ પાછળ રાખી દીધા હતા અને જોરદાર બેટિંગ કરી હતી. આ સિઝનમાં વૈભવે 206.56 ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી, જેમાં વૈભવને કારની સાથે 10 લાખ રૂપિયાની રકમ પણ મળી હતી. 

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here