54 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક

ઈરાન અને ઇઝરાયલે યુદ્ધ વિરામ માટે સહમતિ દર્શાવી હોય તેવો દાવો ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા બાદ તેમજ સ્થાનિક સ્તરે ચોમાસુ સામાન્ય રહેતાં વિવિધ રેટિંગ એજન્સીઓ દ્વારા દેશનો જીડીપી અંદાજ વધારવામાં આવતા આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ થયું હતું.
ઈરાન-ઇઝરાયલ વચ્ચે સીઝફાયરની સહમતિનો ટ્રમ્પનો દાવો, ક્રૂડના ભાવોમાં 7.2%નો ઘટાડો, એસએન્ડપી ગ્લોબલે ભારતનો જીડીપી ગ્રોથ રેટ 2025-26 માટે વધારી 6.5% કર્યો તેમજ એશિયન, યુરોપિયન અને અમેરિકન શેરબજારમાં ઉછાળાની અસર અને ફેડ દ્વારા વ્યાજના દરો જુલાઈમાં ઘટવાના અંદાજોએ આજે ભારતીય શેરબજારમાં ગઈકાલના ઘટાડા બાદ નીચા મથાળેથી ફંડોની લેવાલી નોંધાતા રીકવરી જોવા મળી હતી.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, ફેડ ચીફ પોવેલ દ્વારા સેનેટ અને હાઉસ સમક્ષ વ્યાજ દરમાં ઘટાડો કરવાનો સંકેતો સાથે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કર્યા બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો અને ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે મજબૂત બન્યો હતો.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.54% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.71% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એનર્જી, ઓઈલ એન્ડ ગેસ, આઈટી, ટેક અને ફોકસ્ડ આઈટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4144 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1339 અને વધનારની સંખ્યા 2662 રહી હતી, 143 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 10 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 7 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે અદાણી પોર્ટ 2.58%, ટાટા સ્ટીલ 1.54%, કોટક બેન્ક 1.46%, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.16%, બજાજ ફાઈનાન્સ 0.82%, ટાઇટન કંપની લિ. 0.77%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા 0.65%, એચડીએફસી બેન્ક 0.65% અને લાર્સન લિ. 0.59% વધ્યા હતા, જયારે પાવર ગ્રીડ કોર્પોરેશન 1.52%, ટ્રેન્ટ લિ. 0.97%, એનટીપીસી લિ. 0.93%, મારુતિ સુઝુકી 0.72%, એચસીએલ ટેકનોલોજી 0.69%, ભારત ઈલેક્ટ્રોનિક્સ 0.56%, હિન્દુસ્તાન યુનીલીવર 0.44%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 0.43% અને ટેક મહિન્દ્રા 0.28% ઘટ્યા હતા.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ ⦁ નિફટી ફ્યુચર બંધ ભાવ @ 25071 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 24880 પોઈન્ટના પ્રથમ અને 24808 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 25133 પોઈન્ટ થી 25180 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 25202 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ.
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ ⦁ એચસીએલ ટેક્નોલોજી ( 1695 ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1660 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1644 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1707 થી રૂ.1717 નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1720 ઉપર તેજી તરફી ધ્યાન…!! ⦁ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( 1757 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1424 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1404 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1473 થી રૂ.1480 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!! ⦁ ઓબેરોય રિયલ્ટી ( 1974 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.2002 આસપાસ વેચવાલી થકી રૂ.1960 થી રૂ.1933 ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.2024 નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો..!! ⦁ એસબીઆઈ લાઈફ ( 1840 ) :- રૂ.1878 આસપાસ ટેકનિકલ ગ્રાફ મુજબ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.1890 ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.1818 થી રૂ.1808 નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1896 ઉપર તેજી તરફી ધ્યાને લેશો.
બજારની ભાવિ દિશા… મિત્રો, ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી અમેરિકન ડોલર સામે 1.29% નબળો પડયા બાદ પશ્ચિમ એશિયામાં ભૂ-રાજકીય તણાવને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થવાની શક્યતાએ રૂપિયો વધુ ઘટવાની ધારણા છે. એક સર્વે મુજબ જુલાઈ માસના અંત સુધીમાં રૂપિયો ઘટીને 87 પ્રતિ ડોલર થશે. પરંતુ સપ્ટેમ્બરના અંત સુધીમાં રૂપિયો ફરી એકવાર તેની સ્થિતિ મજબૂત કરશે તેવી અપેક્ષા છે. ક્રૂડ ઓઇલના ભાવ રૂપિયા માટે ખાસ જોખમ છે.
પશ્ચિમ એશિયામાં વધતા ભૂ-રાજકીય તણાવને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો રૂપિયા પર ફરીથી દબાણ લાવી શકે છે અને તે અન્ય એશિયન ચલણો સામે વધુ નબળો પડી શકે છે. ડોલરમાં તાજેતરમાં નબળાઈ હોવા છતાં, અન્ય ઉભરતા બજાર ચલણો સામે રૂપિયાએ સારું પ્રદર્શન કર્યું નથી. ભૂ-રાજકીય તણાવને કારણે બ્રેન્ટ ક્ડ 90 ડોલર પ્રતિ બેરલથી ઉપર જાય છે, તો રૂપિયા પર દબાણ વધી શકે છે અને તેનો દેખાવ વધુ બગડી શકે છે. તાજેતરમાં ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 75 ડોલર પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે જૂન માસમાં અત્યાર સુધીમાં રૂપિયામાં 1.17%નો ઘટાડો જોવા મળ્યો છે.
[ad_1]
Source link