IND vs ENG: રિષભ પંતને ચાલુ મેચમાં ગુસ્સો કરવો ભારે પડ્યો, ICCએ આપી આવી સજા | Rishabh Pant Has Been Handed An Official Reprimand For Breaching ICC Code Of Conduct

0
4

IND vs ENG: ઈંગ્લેન્ડ સામે લીડ્સના હેડિંગ્લેમાં રમાઈ રહેલી ટેસ્ટમાં ઓન-ફિલ્ડ અમ્પાયર સાથે થયેલી બોલાચાલી કરી ગુસ્સો કરવો ભારતના વાઈસ-કેપ્ટન ઋષભ પંતને ભારે પડ્યો છે. ICCએ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તેને એક ડિમેરિટ પોઈન્ટ આપ્યો છે. વાસ્તવમાં ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગ દરમિયાન અમ્પાયરે બોલ ન બદલતા પંતે તેનો વિરોધ કર્યો અને બોલ જમીન પર ફેંકી દીધો હતો. પંતે હેડિંગ્લે ખાતે શાનદાર બેટિંગ કરી અને બંને ઈનિંગમાં સદી ફટકારી. તેણે પહેલી ઈનિંગમાં 134 રન અને બીજી ઈનિંગમાં 118 રન બનાવ્યા છે.

શું છે સમગ્ર મામલો?

ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગની 61મી ઓવરમાં મોહમ્મદ સિરાજ બોલિંગ કરવા આવ્યો હતો. ઓવરના ત્રીજા બોલ પછી બુમરાહે અમ્પાયરને બોલ વિશે ફરિયાદ કરી. તેણે અમ્પાયરને બોલ ચેકર (ગેજ) માં મૂકીને બોલ તપાસવા કહ્યું. જોકે, બોલ પસાર થઈ ગયો અને અમ્પાયરે રમત ચાલુ રાખવા કહ્યું. ત્યાર પછી ઓવરના પાંચમાં બોલ પર હેરી બ્રુકે આગળ આવીને ચોગ્ગો ફટકાર્યો. ત્યારબાદ પંતે બીજા અમ્પાયરને પણ બોલ વિશે ફરિયાદ કરી. બોલ ફરી એકવાર ગેજ ટેસ્ટમાં પાસ થયો પરંતુ પંત ​​તેનાથી નાખુશ દેખાતો હતો. તેણે ગુસ્સાથી બોલને અમ્પાયરની સામે ફેંકી દીધો. ગેજ ટેસ્ટમાં બોલનું કદ માપવામાં આવે છે. જો કદ અલગ હોય, તો બોલ બદલી નાખવામાં આવે છે.

એક ડિમેરિટ પોઈન્ટ આપ્યો

પંતને ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે ICC આચારસંહિતાની કલમ 2.8નું ઉલ્લંઘન કરવાનો દોષી ઠેરવવામાં આવ્યો હતો, જે આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન અમ્પાયરના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરવા સંબંધિત છે. આ ઉપરાંત પંતના શિસ્તભંગના રેકોર્ડમાં એક ડિમેરિટ પોઈન્ટ ઉમેરવામાં આવ્યો છે. 24 મહિનામાં આ તેનો પહેલો ગુનો હતો. પંતે પોતાનો ગુનો સ્વીકારી લીધો છે અને ICC મેચ રેફરીઓના ICC એલીટ પેનલના રિચી રિચાર્ડસન દ્વારા આપવામાં આવેલી સજા પણ સ્વીકારી લીધી છે.

આ પણ વાંચો: ઈંગ્લેન્ડ સામે રિષભ પંતનો કમાલ, એક જ દિવસમાં બનાવ્યા 10 મોટા રેકોર્ડ

આ છે મહત્તમ સજા

આ આરોપ ઓન-ફિલ્ડ અમ્પાયર ક્રિસ ગાફની અને પોલ રાઈફલ ઉપરાંત થર્ડ અમ્પાયર શરાફુદઉલ્લાહ ઈબ્ને શાહિદ અને ફોર્થ અમ્પાયર માઈક બર્ન્સ દ્વારા લગાવવામાં આવ્યો હતો. લેવલ 1 ના ગુના માટે ઓછામાં ઓછી સજા સત્તાવાર ઠપકો છે, જ્યારે મહત્તમ સજા ખેલાડીની મેચ ફીના 50 ટકા દંડ અથવા એક કે બે ડિમેરિટ પોઈન્ટ છે.

લીડ્સ ટેસ્ટ રોમાંચક મોડ પર

લીડ્સ ટેસ્ટ રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ છે અને યજમાન ટીમને પાંચમા દિવસે મુકાબલો જીતવા માટે 350 રનની જરૂર છે. ભારતને જીતવા માટે 10 વિકેટની જરૂર છે. ભારતની બીજી ઈનિંગ 364 રન પર સમાપ્ત થઈ હતી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઈનિંગમાં 471 રન બનાવ્યા હતા અને ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં 465 રન બનાવ્યા હતા. આમ ભારતે 6 રનની લીડ હાંસલ કરી હતી, જે કુલ 470 રનની લીડ પર પહોંચી ગઈ અને ઈંગ્લેન્ડને 471 રનનો ટાર્ગેટ મળ્યો છે.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here