Gujarat Weather Update: ગુજરાતના ભુજ જિલ્લામાં સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ અનુસાર, આગાની ત્રણ દિવસો સુધી રાજ્યના ઘણા વિસ્તારોમાં હિટવેવની આગાહી છે. રાજ્યમાં અત્યારથી જ લોકોને જૂન-જુલાઈ જેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. લોકો પરસેવાથી નાહય રહ્યા છે. સોમવારે ભુજમાં સૌથી વધુ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જે સિઝનનું સૌથી વધુ તાપમાન રહ્યું છે. ત્યાં જ આગામી ત્રણ દિવસ સુધી હવામાન વિભાગે ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર તથા કચ્છના ઘણા વિસ્તારોમાં લૂ ની આશંકા વ્યક્ત કરી છે.
ગુજરાતના ઘણા વિસ્તારોમાં સોમવારે મહત્તમ તાપમાન 40-42 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતા 5 થી 8 ડિગ્રી સેલ્સિયસ વધારે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મંગળવારે પણ ગુજરાતમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહેવાની ધારણા છે. લોકોને આગામી બે દિવસ સુધી પણ રાહત નહીં મળે.
જોકે, હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સતત 3 દિવસ સુધી તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે. જેનાથી લોકોને ગરમીથી થોડી રાહત મળી શકે છે. સરકારે એક એડવાઇઝરી પણ જારી કરી છે. લોકોને હિટવેવ દરમિયાન સાવધાની રાખવા અને શક્ય હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળવાની અપીલ કરવામાં આવી છે.
આ શહેરો પણ એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારોમાં ગરમીનું મોજું ફરી શકે છે. ત્યાં જ હવામાન વિભાગે કચ્છ-સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, કચ્છ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, મોરબી, અમરેલી, દીવમાં હીટવેવની ચેતવણી જારી કરી છે.
આ પણ વાંચો: છોટા ઉદેપુરમાં 5 વર્ષની બાળકીની હત્યા કરનાર આરોપીનો ખુલાસો, તાંત્રિક વિધિ માટે નહીં પરંતુ…
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 3 દિવસમાં દક્ષિણ ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાશે. ગુજરાત ઉપરાંત હવામાન વિભાગે રાજસ્થાનમાં 11 અને 12 માર્ચ, વિદર્ભ વિસ્તારોમાં 11 થી 13 માર્ચ, ઓડિશામાં 13 અને 14 માર્ચ અને અરુણાચલ પ્રદેશમાં 10 થી 16 માર્ચ દરમિયાન લૂ ને લઈ યલો એલર્ટ જારી કર્યું છે.
[ad_1]
Source link