Halvad નગરપાલિકા દ્વારા ડિમોલિશનની કામગીરી, 25-30 ઝુંપડા હટાવવામાં આવ્યા

0
5

હળવદ નગરપાલિકા તંત્રને ફરી વરસાદી વાતાવરણમાં ડિમોલિશનનું શૂરાતન ચઢ્યું છે અને 25 જેટલા કાચાં પાકાં ઝુંપડાઓ હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેને લઈને લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. હળવદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા સામંતસર તળાવમાં આશરે 30 વર્ષથી 30 જેટલા પરીવારો કાચા ઝુંપડા બાંધી વસવાટ કરે છે. આ ઝુંપડાઓને હવે હટાવવાની કામગીરી કરવામાં આવી છે.

તંત્ર દ્વારા ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી

આ ઝુંપડા હટાવવા માટે તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી, પરંતુ ઝુંપડા નહીં હટાવવામાં આવતા આજે તંત્ર દ્વારા ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. હળવદના સામંતસર તળાવ પાસે રહેતા પરીવારો શ્રમિક છે અને કાધાના વ્યવસાય સાથે જોડાયેલા છે અને હાલમાં ચોમાસું બેસી ગયું છે અને ત્યારે જ ડિમોલિશન શરૂ કર્યું છે અને તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં નહીં આવતા હવે આ તમામ પરિવારજનો જાયે તો જાયે ક્યાં જેવી સ્થિતિ ઉદ્ભવી છે. ત્યારે લોકો દ્વારા ભારોભાર રોષ તંત્ર વિરૂદ્ધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

15 જૂને જામનગરના બચુનગરમાં દબાણ હટાવવાની કામગીરી કરાઈ

તમને જણાવી દઈએકે અગાઉ 15 જૂને જામનગરના બચુનગરમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. બચુનગરમાં ધાર્મિક સ્થળના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. 11,000 ચોરસ ફૂટથી વધુ જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. ધાર્મિકની સાથે અન્ય દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા. ધાર્મિક સ્થળમાં લક્ઝુરિયસ સુવિધાઓ ઉભી કરાઈ હતી. દબાણ કરનાર મૂંઝાવરને શોધવા પોલીસે તપાસ હાથ ધરી છે. આ મેગા ડિમોલિશનનો ડ્રોન વીડિયો પણ સામે આવ્યા હતા. 

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here