IMD Gujarat Weather Forecast update Today, આજનું હવામાન : ગુજરાતમાં ફરીથી ગરમી પડવાની શરુ થઈ ગઈ છે. જૂન મહિનાની શરૂઆતથી જ રાજ્યમાં ભીષણ કરમી પડી રહી છે. તો બીજી તરફમે મહિનામાં વરસાદને કારણે નૌતાપાના કહેરથી બચી ગયેલા રાજ્યોને જૂનમાં તીવ્ર ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ભારતના રાજ્યોમાં પણ અત્યારે હીટવેવ ચાલી રહ્યું છે.
અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું
હવામાન વિભાગે આપેલા ગરમીના આંકડા પ્રમાણે રાજ્યમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી ઉપર નોંધાયું હતું. મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 38 ડિગ્રી આસપાસ રહ્યો હતો. આંકડા પ્રમાણે રાજ્યમાં 33.6 ડિગ્રીથી લઈને 40.7 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં 40.7 સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે દ્વારકામાં 33.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ગુજરાતમાં સાત દિવસ વરસાદની આગાહી
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. આજથી સાત દિવસ સુધી ગુજરાતના કેટલા વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણએ નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવમાં ગાજવીજ સાથે હળવા વરસાદ પડવાની શક્યતા છે.
ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?
શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
અમદાવાદ | 40.7 | 28.9 |
ડીસા | 40.5 | 28.5 |
ગાંધીનગર | 40.5 | 28.6 |
વિદ્યાનગર | 38.9 | 27.8 |
વડોદરા | 38.2 | 29.4 |
સુરત | 34.8 | 28.8 |
વલસાડ | – | – |
દમણ | 34.0 | 29.0 |
ભૂજ | 38.0 | 27.7 |
નલિયા | 35.0 | 28.0 |
કંડલા પોર્ટ | 36.0 | 28.5 |
કંડલા એરપોર્ટ | 40.4 | 28.4 |
અમરેલી | 39.3 | 26.4 |
ભાવનગર | 37.7 | 29.2 |
દ્વારકા | 33.6 | 29.0 |
ઓખા | 35.2 | 29.8 |
પોરબંદર | 34.9 | 27.6 |
રાજકોટ | 39.1 | 26.3 |
વેરાવળ | 33.2 | 29.2 |
દીવ | 34.0 | 27.6 |
સુરેન્દ્રનગર | 39.5 | 29.0 |
મહુવા | 35.4 | 26.9 |
કેશોદ | 36.0 | 27.3 |
ઉત્તર ભારતમાં તીવ્ર ગરમી રહેશે
મે મહિનામાં વરસાદને કારણે નૌતાપાના કહેરથી બચી ગયેલા રાજ્યોને જૂનમાં તીવ્ર ગરમીનો સામનો કરવો પડશે. IMD એ જણાવ્યું હતું કે આગામી ચાર દિવસ સુધી ઉત્તર-પશ્ચિમ ભારતના રાજ્યોમાં તીવ્ર ગરમી રહેશે અને ગરમ પવનો ઘણી મુશ્કેલી ઊભી કરશે. હવામાન વિભાગે 11 જૂન દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ગરમીનું મોજું આવવાની શક્યતાની આગાહી કરી છે.