Gujarat Today Weather change update | ગુજરાત આજનું હવામાન

0
7

IMD Gujarat Weather Forecast update Today, આજનું હવામાન : ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે નજીક આવી રહ્યું છે. ગુજરાતમાં દિન પ્રતિદિન વરસાદની આગાહી થઈ રહી છે ત્યારે વરસાદની આગાહી વચ્ચે ગુજરાતમાં ગરમીનો પારો ઉચકાયો છે. રાજ્યમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી પાર થયું છે. અમદાવાદ શહેરમાં પણ ગરમી વધી છે. રાજ્યમાં ગરમી વધવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

કંડલા એરપોર્ટમાં સૌથી ઉંચું 41 ડિગ્રી તાપમાન

હવામાન વિભાગે જાહેર કરેલા તાપમાનનાં આંકડા પ્રમાણે રાજ્યમાં ગરમીનો પારો ફરી ઉચકાયો છે. હવામાન વિભાગ રાજ્યમાં 33.1 ડિગ્રીથી લઈને 41 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. 41 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે કંડલા એરપોર્ટ રાજ્યનું સૌથી ગરમ સ્થળ રહ્યુ્ં હતું. જ્યારે દ્વારકામાં 33.1 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં ગરમી વધીને ફરી 40 ડિગ્રી પહોંચી

હવામાન વિભાગ પ્રમાણે રવિવારે રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધ્યું હતું. સાથે જ અમદાવાદમાં પણ ગરમી વધી છે. અમદાવાદમાં ગરમી વધીને 40.4 ડિગ્રી પહોંચી ગઈ છે. ગાંધીનગરમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. બપોરના સમયે ગરમ પવનો ફૂંકાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

શહેર મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ 40.4 28.0
ડીસા 40.7 27.6
ગાંધીનગર 40.0 00
વિદ્યાનગર 37.9 27.6
વડોદરા 37.4 29.2
સુરત 35.2 28.7
વલસાડ
દમણ 34.2 27.0
ભૂજ 38.6 26.8
નલિયા 35.5 27.5
કંડલા પોર્ટ 35.5 28.0
કંડલા એરપોર્ટ 41.0 27.5
અમરેલી 00 26.4
ભાવનગર 37.2 28.7
દ્વારકા 33.1 28.8
ઓખા 35.7 29.3
પોરબંદર 35.1 27.2
રાજકોટ 39.5 25.4
વેરાવળ 33.8 29.2
દીવ 33.6 27.1
સુરેન્દ્રનગર 40.3 28.8
મહુવા 35.4 27.1
કેશોદ 36.1 27.4

આ પણ વાંચોઃ- શિક્ષણ સહાયક ભરતી અંગે મહત્વની જાહેરાત, ઉમેદવારોએ 9 જૂન પહેલા કરવું પડશે આ કામ

આજે ક્યાં પડશે વરસાદ

હવામાન વિભાગ પ્રમાણે આજે સોમવારે પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here