Gujarat Rain forecast : અમદાવાદ સહિત આ જિલ્લાઓ માટે આજને વરસાદી ખતરો, IMD એ શું કરી આગાહી?

    0
    29

    Gujarat weather rain forecast, ગુજરાતમાં વરસાદની આગાહી : ગુજરાતમાં અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે. પરંતુ માહોલ જોતા ચોમાસું લાગી રહ્યું છે. ગુજરાતમાં અત્યારે વૈશાખમાં જ અષાઢી માહોલ સર્જાયો છે. છેલ્લા બે દિવસથી ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. સુરત, ખંભાત, મહુવામાં જળબંબાકારી સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે આગામી 5 દિવસ માટે હવામાન વિભાગે ફરી આગાહી કરી છે. જેમાં આજે ગુરુવારે અમદાવાદ સહિતના રાજ્યના 7 જિલ્લાઓ માટે આજના દિવસ માટે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે.

    અમદાવાદ સહિત 7 જિલ્લાઓ માટે આજનો દિવસ ભારે

    વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આજે ગુરુવારે અમદાવાદ, આણંદ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આજે પવનની ગતિ 60-70 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે.

    આ ઉપરાંતરાજ્યના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી અને તાપીમાં પણ આજે ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે.

    ગુજરાતના અન્ય સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

    હવામાન વિભાગ પ્રમાણે રાજકોટ, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ તેમજ ગાંધીનગર, ખેડા, વડોદરા, નર્મદા, સુરત, ડાંગ નવસારી અને તાપીમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.

    [ad_1]

    Source link

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here