Gram Panchayat Election: ઉમેદવાર દારૂ સાથે ઝડપાતા પોલીસ કાર્યવાહી કરાઇ શરુ

0
4

સાબરકાંઠામાં સરપંચ પદની ચૂંટણી લડી રહેલા ઉમેદવાર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદારોને વેચવા માટે લવાયેલો દારૂ પોલીસે જપ્ત કર્યો છે. એલસીબી પોલીસે કાલીપુરા પાસેથી ગાડી અને દારુ જપ્ત કર્યો છે. મહાદેવપુરા ગ્રામ પંચાયત ચૂંટણીમાં ઉમેદવાર તરીકે સુરેન્દ્રગીરી ગોસ્વામીએ ઉમેદવારી નોંધાવી હતી. અને હવે પોલીસ ફરિયાદ દાખલ થતા મામલો બિચકાયો છે.

ઉમેદવાર દારૂ સાથે ઝડપાયા

મતદારોને રિઝર્વ માટે દારૂ લાવવામાં આવ્યો હતો. ગ્રામ પંચાયત ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યાં જ અમુક મામલા જનાતાનું ધ્યાન ખેંચી લે તેવા છે. એક તરફ, સરકાર વિકાસ માટે પ્રયાસો કરી રહી છે. તો બીજી તરફ, દારુ અને મારામારીના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. આ સાબરકાંઠા ચૂંટણીમાં મતદારોને રિઝવવા માટે દારૂનો સહારો લેવામાં આવ્યો હતો. દારુ પીવડાવવા માટે 8 પેટીમાં 384 બોટલો અહીં લાવવામાં આવી હતી. પરંતુ પોલીસને માહિતી મળતા તેઓને કાલીપુરા પાસેથી ઝડપી પાડવામાં આવ્યા હતા. ગાડીમાં 64 હજારનો દારૂ સાથે બે શખ્સો હતા. જેમની LCBએ ધરપકડ કરી હતી.

પોલીસ કાર્યવાહી શરુ

સાબરકાંઠાના મહાદેવપુરા ગ્રામ પંચાયત હેઠળ પોલીસે બે લોકો સાથે 3 લાખ 69 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સરપંચ પદના ઉમેદવાર સાથે અન્ય શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ચૂંટણી સમયે વિવાદ વકરતા માહોલ ખરાબ થાય છે. અને વિશ્વસનીયતા ગુમાવવાનો વારો આવે છે. મતદાતાઓ વિશ્વાસ રાખીને પોતાના ઉમેદવાર માટે મતદાન કરે છે. કે જેથી તેમની સમસ્યાઓનું નિવારણ કરવામાં આવે. પરંતુ જો ઉમેદવાર જ સમસ્યા પેદા કરે તો તેનું નિવારણ લાવવું મુશ્કેલ બને છે. 



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here