ચોટીલા નેશનલ હાઈવે સાંગાણી ગામ પાસે ક્રીષ્ના હોટલ આવેલી છે. આ હોટલના યુરીનલમાં કોઈ નવજાત બાળકી મૃત હાલતમાં મુકી ગયુ હતુ. આ બનાવની જાણ થતા હોટલના સંચાલકે ચોટીલા પોલીસ મથકે અજાણી સ્ત્રી સામે ફરિયાદ નોંધાવી છે.
સમગ્ર વિશ્વમાં તાજેતરમાં જ મહિલા દિવસની ઉજવણી કરાઈ હતી. ત્યારે ચોટીલામાં કોઈ અજાણી સ્ત્રી નવજાત બાળકીને હોટલના યુરીનલમાં મુકી ગયાનું સામે આવ્યુ છે. આ અંગે વધુમાં મળતી માહિતી મુજબ ચોટીલા નેશનલ હાઈવે પર સાંગાણી ગામ પાસે ક્રીષ્ના હોટલ આવેલી છે. આ હોટલના સંચાલક ચોટીલાની મારૂતીનગર સોસાયટીમાં રહેતા હરેશભાઈ રણછોડભાઈ કાળોતરા છે. ગત તા. 10-3ના રોજ વહેલી સવારે અંદાજે 6 કલાક આસપાસ હોટલના સફાઈ કર્મચારી મેહુલભાઈ પ્રભુભાઈ લઢેર હોટલના પરીસરમાં આવેલ યુરીનલની સફાઈ કરવા ગયા હતા. જેમાં લેડીઝ ટોયલેટમાં એક નવજાત બાળક મૃત હાલતમાં મળી આવ્યુ હતુ. હોટલના સંચાલક હરેશભાઈએ આ અંગે પોલીસને જાણ કરતા પીએસઆઈ બી. એન. દીવાન, સતીશભાઈ સહિતનાઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને તપાસ કરતા નવજાત બાળકી અંદાજે 7 માસનો ગર્ભ હોવાનું અને પ્રીમેચ્યોર પ્રસુતા થઈ હોવાનુ લાગી રહ્યુ હતુ. ત્યારે કોઈ અજાણી સ્ત્રી આ બાળકીને જીવતી મુકી ગયા બાદ મરી ગઈ કે મૃત હાલતમાં મુકી ગઈ તે અંગે વધુ તપાસ કરવા અજાણી સ્ત્રી સામે ચોટીલા પોલીસ મથકે ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે.
[ad_1]
Source link