Both children abducted from Neknam Wadi in Tankara found and safely handed over to their guardian; Female accused arrested | મોરબી પોલીસની સરાહનીય કામગીરી: ટંકારાના નેકનામ વાડીમાંથી અપહરણ થયેલા બંને બાળકોને શોધી હેમખેમ વાલીને સોંપ્યા; મહિલા આરોપીની ધરપકડ – Morbi News

HomesuratCrimesBoth children abducted from Neknam Wadi in Tankara found and safely handed...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

ટંકારા તાલુકાનાં નેકનામ ગામની સીમમાં આવેલી વાડીએથી બે બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. જેથી કરીને તેની ટંકારા તાલુકા પોલીસે તાત્કાલિક ફરિયાદ લઈને બાળકોને શોધવા અને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી, તેવામાં બંને બાળકો હેમખેમ મળી આવ્યા છે અને મહ

.

ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નેકનામ ગામે રહેતા ફરિયાદી કેશરભાઇ જેઠાભાઇ બારીઆ (23)એ ગઇકાલના સવારે સાડા દસ વાગ્યાના અરસામાં આવીને નેકનામ ગામની સીમમાં આવેલી કાંતીભાઇ પટેલની વાડીએથી તેમના દીકરા હાર્દિક (3) અને વૈભવ (1.5)ને વાડીની ઓરડી પાસે રમતા હતાં ત્યારે, ત્યાંથી કોઇ અજાણ્યા ઇસમ દ્વારા તે બન્ને બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. જેથી કરીને ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા અને બાળકોને શોધવા તજવીજ શરૂ કરી હતી.

ટંકારા સ્થાનિક પોલીસે અને વાંકાનેર વિભાગના પોલીસ સ્ટાફ તેમજ એલસીબી સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને સીસીટીવી ફુટેઝ તથા હયુમન સોર્સીસના તથા ટેકનીકલ માહિતી મેળવી નેકનામ, મીતાણા તથા વાલાસણ ગામ તથા વાંકાનેર શહેર વિસ્તારમાં વાહન ચેકીંગ કરવામાં આવ્યું હતું અને અવાવરૂ જગ્યાઓમાં તપાસ કરવામાં આવી હતી.

ત્યારે તા.17/12/24ના રોજ અપહરણ થનાર બંન્ને માસુમ બાળક શોધી કાઢવામાં આવ્યા છે અને અપહરણ કરનાર મહિલા આરોપીને પકડીને કાર્યવાહી કરી છે. આ કામગીરી ડીવાયએસપી સમીર સારડાની સૂચના મુજબ એલસીબીના પીઆઇ એમ.પી.પંડ્યા, ટંકારાના પીઆઇ એસ.કે.ચારેલ તેમજ પીએસઆઇ એમ.જે.ધાધલ સહિતની ટીમ દ્વારા કરવામાં આવી હતી.



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon