Bhavnagar Rain: ઉમરાળામાં ધોધમાર વરસાદે મચાવી તબાહી, થપનાથ ગામ સંપર્ક વિહોણું

0
6

ભાવનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભાવનગરમાં ઉમરાળા પાલિતાણા,મહુવા,સિહોર અને ગારિયાધારમાં ગઈકાલે વરસાદે તોફાની બેટિંગ કરતા અનેક વિસ્તારો જળબંબાકાર થયા. મહુમાં 9 ઇંચ વરસાદ, જેસર, પાલિતાણા અને સિહોર તાલુકામાં 10-10 ઇંચ વરસાદ ખાબક્યો. ભારે વરસાદને પગલે ઉમરાળાનું થપનાથ ગામ સંપર્ક વિહોણું થયું.

થપનાથ ગામ સંપર્ક વિહોણું

રાજ્યમાં મેઘરાજા અનેક વિસ્તારોમાં મન મૂકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા ધોધમાર વરસાદને પગલે આગામી બે દિવસ અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ જારી કરાયું છે. દરમિયાન ભાવનગરનો ઉમરાળા તાલુકાનું એક ગામ જળમગ્ન થયું. ભારે વરસાદના કારણે ઉમરાળાનું થપનાથ ગામ સંપર્ક વિહોણું થતા ગ્રામજનો મુશ્કેલીમાં મૂકાયા. ગામમાં પાણી ઘુસી જતા 25 થી વધુ લોકો ફસાયા હોવાનું અનુમાન છે. 

NDRFની ટીમ મોકલવામાં આવી

ચોમાસાના આરંભે જ વરસાદનો ખેલ જોવા મળ્યો. બોટાદના ગઢડામાં વરસાદે ધબડાટી બોલાવી છે. જ્યારે ભાવનગરમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 9 થી 10 ઇંચ વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. થપનાથ ગ્રામ સંપર્ક વિહોણું બનતા સ્થિતિના તાગ મેળવવા વલ્લભીપુર મામલતદાર સહિત તંત્રના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા. છેલ્લા 12 કલાકથી લોકો ફસાયા હોવાનું પ્રાથમિક અનુમાન છે. NDRFની ટીમ બોટ લઇ થાપનાથ ગામે જવા રવાના થઈ.

ગ્રામજનોને રેસ્કયૂ કરવાની કામગીરી હાથ ધરાઈ

વહીવટીતંત્ર દ્વારા ગ્રામજનોને રેસ્કયૂ કરવાની તાત્કાલિક ધોરણ કામગીરી હાથ ધરવામાં આવી.  ભારે વરસાદને લઈ નદીઓમાં પૂર આવતા ધસમસતા પાણીના પ્રવાહના કારણે કોઝવે તૂટી જતાં ટાણા ગામથી પાલિતાણા જવાનો હાઈવે બંધ થયો હતો. થપનાથ ગામ સંપર્ક વિહોણું બન્યું જયારે તલગાજરડાની એક શાળામાં 40 જેટલા બાળકો ફસાઈ જતા વહીવટીતંત્ર દ્વારા તત્કાળ ધોરણે રેસ્ક્યૂ ઑપરેશન હાથ ધરી વિદ્યાર્થીઓને સુરક્ષિતસ્થળે ખસેડવામાં આવ્યા. વરસાદની તોફાની બેટિંગ શરૂ થઈ ગઈ છે અને આગામી દિવસોમાં રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here