ભાવનગરમાં આજે મેઘરાજાએ બગડાટી બોલાવી દીધી છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. જિલ્લામાં રવિવાર અને સોમવારે થયેલા વરસાદમાં ચારેતરફ પાણી પાણી થઈ ગયું છે. શહેરમાં ગૌરી શંકર સરોવર છલોછલ ભરાઈ ગયું છે. આ ઉપરાંત શેત્રુંજી ડેમમાં પણ પાણની અધધ આવક થતાં ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે.
નદીના પાણી ઘૂસી જવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા
બીજી તરફ ભાવનગર જિલ્લાના પાલિતાણામાં વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પાલીતાણાના ગારીયાધાર રોડ પર વરસાદી પાણી ફરી વળ્યાં છે. આ વિસ્તારમાં ઝૂંપડપટ્ટી વિસ્તાર આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પાણીમાં ફસાયેલા પરિવારોનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી તેમનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ગારીયાધાર રોડ પર ખારો નદીના પાણી ઘૂસી જવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં ખારો નદીના પાણી ઘૂસી જતાં હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
ભાવનગરમા પીપરડી ગામ સંપર્ક વિહોણું થયું
આ ઉપરાંત ભાવનગરમા પીપરડી ગામ સંપર્ક વિહોણું થયું છે. ભારે વરસાદને કારણે પીપરડી ગામમાં રોડ ધોવાઈ ગયાં છે. જેના કારણે રસ્તાઓ બંધ થઈ ગયાં છએ. ગામની ચારેબાજુના રસ્તાઓ પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ખેડૂતોના ખેતરોમાં પણ પાણી ફરી વળ્યું છે. મહુવામાં માલણ નદી બે કાંઠે વહેતી થઈ છે. માલણ ડેમ ઓવરફ્લો થયો છે. ભાદરોડ ઝાંપા વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં છે. લોકોના ઘરમાં પણ કેડસમા પાણી ભરાઈ ગયાં છે.
[ad_1]
Source link