Bhavnagarમાં દબાણ હટાવવાને લઈને વેપારીઓમાં રોષ, કર્મચારીઓ પર લગાવ્યો આક્ષેપ

0
3

ભાવનગર શહેરમાં મનપાની દબાણ હટાવ કામગીરી ચાલી રહી છે. જેને લઈને વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. ભાવનગર મનપાની ટીમે દબાણ હટાવ કામગીરી શરુ કરતા વેપારીઓએ તેમની સાથે બોલાચાલી કરી હતી. ભાવનગરના દીવાનપરા અને જમાદાર શેરીમાંથી ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે. જે મામલે વેપારીઓ અને કર્મચારીઓ સાથે શાબ્દિક ઘર્ષણ થયું હતુ.

વેપારીઓ અને કર્મચારીઓ વચ્ચે બોલાચાલી

ભાવનગર શહેરના દીવાનપરા રોડ અને જમાદાર શેરીમાંથી ગેરકાયદેસરના દબાણ તોડી પાડવામાં આવ્યા હતા. જે મામલે મનપાની દબાણ હટાવની ટિમ દ્વારા દબાણ હટાવવામાં આવતા વેપારીઓ મનપા કચેરી ખાતે દોડી આવ્યા હતા.તો વેપારીઓએ આક્ષેપ કર્યો હતો કે,થોડા દિવસો પહેલા જ અમે અન્ય લોકો દ્વારા દબાણની અરજી આપી હતી. તો દબાણ હટાવની ટીમ દ્વારા અમને ખોટી રીતે પરેશાન કરવામાં આવી રહ્યા છે.

વેપારીઓએ લગાવ્યો આક્ષેપ

વેપારીઓએ ખોટી રીતે કર્મચારીઓ હેરાન કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. તો મનપા દબાણ હટાવ કામગીરીમાં વેપારીઓ અને કર્મચારીઓમાં ખૂબ જ બોલાચાલી થતા માહોલ ગરમાયો હતો. સમગ્ર મામલે વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમજ મનપાના દબાણ હટાવના કર્મચારીઓ પર આક્ષેપ લગાવ્યો છે. વેપારીઓ અને કર્મચારીઓ સાથે શાબ્દિક ઘર્ષણ થયું હતુ.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here