અંકલેશ્વરમાં છેતરપિંડી કરનાર આરોપીની પોલીસે મુંબઇથી ધરપકડ કરી છે. મુંબઇથી અંકલેશ્વર લાવીને પોલીસે આગામી કાર્યવાહી હાથ ધરી છે. આરોપીનું નામ જીતેન્દ્ર ચૌરસિયા હોવાનું સામે આવ્યુ છે. અંકલેશ્વરની સુયોગ ફાર્મા કંપની સાથે 1.65 કરોડની છેતરપિંડી થઇ હોવાનો મામલો સામે આવ્યો હતો. આરોપી જીતેન્દ્ર ચૌરસીયાએ કંપની પાસેથી કરોડો રૂપિયાનો સામાન ખરીદ્યો હતો. પરંતુ સામાનના બિલની ચુકવણી ન થતા વિવાદ વર્ક્યો હતો.
સુયોગ ફાર્મા કંપની સાથે છેતરપિંડી
અંકલેશ્વરની સુયોગ ફાર્મા કંપની સાથે 1.65 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હતી. મુંબઈની 4 કંપનીઓએ બલ્ક ડ્રગ્સ માટે સુયોગ ફાર્મા કંપનીનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ સામાનની ખરીદી કરી હતી. પરંતુ સામાનના નાણાંની ચુકવણી ન કરાતા છેતરપિંડીનો કેસ સામે આવ્યો હતો. અને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે પોતાની સતર્કતા દાખવીને આરોપીની ધરપકડ કરી હતી. અને તેને જેલના સળિયા પાછળ રાખવા માટે કાર્યવાહી શરુ કરી છે.
શુ છે સમગ્ર મામલો ?
અંકલેશ્વરની સુયોગ ફાર્મા કંપની સાથે ડીલ કર્યા બાદ તેમની પાસેથી બલ્ક ડ્ર્ગ્સની ખરીદી કરવામાં આવી હતી. પરંતુ પેમેન્ટ સમયસર ન થતા સમગ્ર ફાંડો ફુટ્યો હતો. અંકલેશ્વરમાં છેતરપિંડી કરનાર આરોપી મુંબઇથી ઝડપાયો હતો. સામાનનો જથ્થો મંગાવ્યા બાદ, પેમેન્ટ માટે આપેલા ચેક બાઉન્સ થયા હતા. અને પોલીસે કાર્યવાહી શરુ કરી હતી. ત્યાર બાદ મુખ્ય સૂત્રધાર જીતેન્દ્ર ચૌરસીયાની મુંબઈથી ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં અગાઉ બે આરોપીઓની ધરપકડ થઇ ચુકી છે.