Anand: પોસ્કો ગુનાનો કાચા કામનો કેદી પોલીસ જાપ્તને ચકમો આપી થયો ફરાર

    0
    11

    આણંદ તાલુકાના જીટોડીયા ખાતે આવેલી કોર્ટમાંથી પોસ્કોના ગુનાનો કાચા કામનો કેદી પોલીસ જાપ્તાને ચકમો આપી ફરાર થઈ જતાં આ અંગે આણંદ રૂરલ પોલીસે ગુનો નોંધીને ફરાર કાચા કામના કેદીને આણંદ શહેર અને આણંદ રૂરલ પોલીસે તપાસ હાથ ધરી ફરાર આરોપીને ગણતરીના સમયમાં આણંદ ખેતીવાડી વિસ્તારમાં ઝાડી ઝાંખરમાંથી ઝડપી પાડી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

    આરોપીએ કિશોરીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યુ હતું

    મૂળ ઉત્તરપ્રદેશના અને હાલમાં આણંદ ખાતે રહેતા ચંદ્રપ્રકાશ ઉર્ફે સુખી લાલારામ કુશવાહાએ થોડાક સમય પહેલા આણંદ શહેરમાં રહેતી 17 વર્ષની કિશોરીનું અપહરણ કરીને તેણી પર બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે જેતે સમયે આણંદ શહેર પોલીસે ચંદ્રપ્રકાશ ઉર્ફે સુખી લાલારામ કુશવાહા વિરુદ્ધ દુષ્કર્મ અને પોસ્કોનો ગુનો નોંધીને તેને ઝડપી પાડી કોર્ટમાં રજુ કરતા નામદાર કોર્ટે આરોપીને જેલમાં મોકલી આપવાનો આદેશ આપતાં પોલીસે આરોપી ચંદ્રપ્રકાશ ઉર્ફે સુખી લાલારામ કુશવાહાને બિલોદરાની મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. જ્યાં તેને જેલમાં કાચાકામના કેદી તરીકે રાખવામાં આવ્યો હતો.

    આરોપી પોલીસને ચકમો આપી કોર્ટમાંથી ફરાર થઈ ગયો

    આ દરમિયાન શુક્રવારના બપોરના સમયે પોસ્કોના ગુનાની આણંદ કોર્ટમાં મુદ્દત હોય તેને તથા અન્ય આરોપીઓ નરેશ રમણભાઈ સોલંકી, અજય રમણભાઈ અને ઈમરાન ઉર્ફે પલાવ હૈદરભાઈ શેખ એમ કુલ 4 આરોપીઓને નડિયાદ ટાઉન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેક્ટર ગોવિંદભાઈ આલાભાઈ ચાવડા, એએસઆઈ રાજેન્દ્રભાઈ ખીમજીભાઈ, પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ રામજીભાઈ, ખેડા શહેર પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ વિવેકસિંહ ભરતભાઈ તથા લીંબાસી પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ મનસુખભાઈ પોલીસ જાપ્તા હેઠળ આણંદની કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. ત્યારે સાડા અગિયાર વાગ્યાના આસપાસના સમયે પોસ્કો કોર્ટની બહારથી કાચા કામનો કેદી ચંદ્રપ્રકાશ ઉર્ફે સુખી લાલારામ કુશવાહા જાપ્તાની પોલીસને ચકમો આપી કોર્ટમાંથી ફરાર થઈ ગયો હતો.

    ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીને ઝડપી લીધો

    થોડીવાર બાદ જાપ્તાની પોલીસે કાચાકામના કેદી ચંદ્રપ્રકાશ ઉર્ફે સુખીને નહીં જોતા કોર્ટ પરિસરમાં તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ કાચાકામના કેદી ચંદ્રપ્રકાશ ઉર્ફે સુખી મળી આવ્યો ન હતો અને કેદી ફરાર થઈ ગયો હોવાનું જણાતા આ અંગે જાપ્તાની પોલીસે આણંદ રૂરલ પોલીસ મથકે જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કાચા કામના કેદીને ચંદ્રપ્રકાશ ઉર્ફે સુખી વિરુદ્ધ બી.એન. એસ કલમ 262 મુજબ ગુનો નોંધીને આણંદ શહેર અને આણંદ રૂરલ પોલીસે તપાસ હાથ ધરી ફરાર ચંદ્રપ્રકાશ ઉર્ફે સુખીને ગણતરીના સમયમાં આણંદ ખેતીવાડી વિસ્તારમાં ઝાડી ઝાંખરામાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    [ad_1]

    Source link

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here