- હર ઘર તિરંગા અભિયાન તથા તિરંગા યાત્રાના આયોજન સંદર્ભે બેઠક મળી
- એક પેડ માં કે નામ અભિયાન અંર્તગત આગેવાનોએ વૃક્ષારોપણ કર્યું
- ભારતીય ધ્વજમાં રહેલા ત્રણ રંગ તેના પ્રતીક ગણાય વિશે માહિતી આપી હતી
ભારતીય જનતા પાર્ટી ગોધરા તાલુકા દ્વારા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગોધરા ખાતે હર ઘર તિરંગા તથા તિરંગા યાત્રાના આયોજન અન્વયે ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજીની ઉપસ્થિતમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું.
ધારાસભ્ય દ્વારા દરેક નાગરિકોએ હરઘર તિરંગા અભિયાન તથા ભવ્ય તિરંગા યાત્રામાં જોડાવવા આહવાન કર્યું હતું. અને ભારતીય રાષ્ટ્રધ્વજ ના દરેક રંગ અને તે શું સંદેશ આપે છે તે અંગેની માહિતી આપી હતી. ભારતના રાષ્ટ્રીય ધ્વજ ને સન્માન ભેર ફરકાવાવામાં આવે છે. સૌથી ઉપર કેસરિયો રંગ પછી સફેદ અને નીચે લીલો રંગ રહે છે. વચ્ચે ચક્રમાં 24 આરા હોય છે. જેને આપણે અશોક ચક્રના નામથી ઓળખીએ છીએ. ભારતીય ધ્વજમાં રહેલા ત્રણ રંગ તેના પ્રતીક ગણાય વિશે માહિતી આપી હતી. દેશનાં તમામ લોકોએ હળીમળીને રહેવું જોઈએ. રાસ્ટ્રધ્વજમાં આવેલા 24 આરાઓનું પણ વિશિષ્ટ મહત્વ છે. એક પેડ માં કે નામ અભિયાન અંર્તગત બજાર સમિતિ ખાતે ધારાસભ્ય સી.કે રાઉલજી,બજાર સમિતિના ચેરમેન પ્રવિણસિંહ રાઉલજી,વાઇસ ચેરમેન કિરીટસિંહ ઠાકોર સહિત બજાર સમિતિના સભ્યો, સહકારી સંસ્થાઓનાં મહાનુભાવો અને ઉપસ્થિત હોદેદારો અને કાર્યકરો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.