દિવાળીના તહેવારો ઉપર ટીનેજર્સના વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ગોંડલના ગુંદાસરા ગામે ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ મળતા 5 શખ્સો ઝડપાયા છે. કાયદાના સંઘર્ષમાં આવેલા 9 બાળ કિશોરો પણ હતા. પોલીસે 4 વિદેશી દારૂની બોટલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
મળતી માહિતી મુજબ, ગોંડલ તહેવારોની મોજ દારૂ સંગ માણવા તાલુકાના ગુંદાસરા ગામે આવેલ ફાર્મ હાઉસમાં 5 લોકો એકઠા થયા હતા હજી પાર્ટી શરૂ જ થઈ હતી અને પોલીસ ત્રાટકી હતી અને રંગમાં ભંગ પડ્યો હતો. પોલીસે ગોંડલના ગુંદાસર ગામે ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ મણતા 5 શખ્સો સહિત ટીનેજર્સને પકડી પાડ્યા છે. આ સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા 9 બાળ કિશોરો પણ હતા. દારૂની મહેફિલમાં પોલીસે 4 વિદેશી દારૂની બોટલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે.
ગુંદાસરા ગામે આવેલ ફાર્મ હાઉસમાં તીર્થ મયુરભાઈ કંસાગરા, દેવાંશ હિતેશભાઈ પાદરીયા , કરંજ મેઘપરા, ધ્વનિલ શાહ, તેમજ આસ્વત રાઠોડ રાજકોટ વાળાઓને વિદેશી દારૂની બોટલ નંગ 4 કિંમત રૂપિયા 8,892 સાથે ઝડપી લીધા હતા આ ઉપરાંત કાયદાના સંદર્ભમાં આવતા નવ બાળ કિશોરો પણ મળી આવ્યા હતા આ દરોડા એલસીબી પીઆઇ વી.વી. ઓડેદરા, પીએસઆઇ બી. સી. મીયાત્રા, એ એસ આઈ બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા સહિતનાઓ દ્વારા કરવામાં આવ્યો હતો.