નવસારીના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે રોડ પર પાણી ફરી વળ્યા છે અને નદીઓમાં નવા નીરની આવક નોંધાઈ છે, નવસારીના 4, જલાલપોરનો 1 માર્ગ, ગણદેવીના 2, ચીખલીના 15 ગામનો રોડ બંધ થયો છે, ખેરગામના 7 અને વાંસદાના 24 રસ્તા બંધ થયા છે.
નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદ
નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદ પડયો છે, નદી અને કોતરોના પાણી રસ્તા ઉપર ફરી વળતા જિલ્લાના 54 માર્ગો બંધ થયા છે, નવસારીના 4 જલાલપોરનો 1 ગણદેવીના 2 ચીખલીના 15 ખેરગામના 7 સહિત વાંસદા તાલુકાના 24 રસ્તાઓ થયા બંધ અને જિલ્લાના 54 માર્ગો બંધ થતા લોકોને ભારે હાલાકી પડી રહી છે.
નવસારી જિલ્લાની નદીઓ બે કાંઠે વહેતી થઇ
ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓ બે કાંઠે વહેતી થઈ છે, તડકેશ્વર મંદિરમાં કાવેરી નદીના પાણી ભરાયા છે અને મંદિરમાં પાણી ભરાતા શિવાલય જળમગ્ન બન્યું છે, કાવેરી, ખરેરા નદીમાં પાણીની ભારે આવક થઈ છે, ચીખલી, ખેરગામ, વાંસદા તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે.
SDRFની એક ટીમ નવસારી જિલ્લામાં એલર્ટ
નવસારી જિલ્લા સહિત ઉપરવાસ ભારે વરસાદ ને પગલે જિલ્લા વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. જિલ્લા હાલ ભારે વરસાદને પગલે ઘણા માર્ગો બંધ થયા છે. ત્યારે SDRFની એક ટીમ જિલ્લામાં તૈનાત કરી દેવામાં આવી છે. 24 સભ્યોની ટીમ આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા તમામ સાધનો સાથે સજ્જ છે.
[ad_1]
Source link

