સુરેન્દ્રનગર જિલ્લામાં સસ્તા અનાજની દુકાને વેચાતા ઘઉં-ચોખાના જથ્થાનો કાળો કારોબાર ફરી સામે આવ્યો છે. સુરેન્દ્રનગર મામલતદાર અને જિલ્લા પુરવઠા વિભાગની ટીમે બાતમીને આધારે ફીરદોસ સોસાયટી અને પાંચ હનુમાન વિસ્તારમાંથી બે રિક્ષામાં અનાજનો જથ્થો લઈ જવાતો હોવાનો પર્દાફાશ કર્યો છે. ટીમે ઘઉં-ચોખા બે રિક્ષા સહિત 3.16 લાખનો જથ્થો સીઝ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લામાં વસતા ગરીબ અને મધ્યમવર્ગીય પરીવારોને જિલ્લાની 540થી વધુ સસ્તા અનાજની દુકાનેથી અનાજ વિતરણ થાય છે. જેમાં અમુક લોકો આ જથ્થો વેચી નાંખે છે. ત્યારે ગરીબોને મળનાર આ અનાજ ખરીદી તેને ફેકટરીઓમાં વેચવાનો કાળો કારોબાર જિલ્લામાં બેફામ ચાલી રહ્યો છે. થોડા દિવસો પહેલા જ લક્ષ્મીપરામાંથી ઘઉં-ચોખાના કટ્ટા અને બે રિક્ષા મળી રૂ. 3.24 લાખની મત્તા જપ્ત કરાઈ હતી. ત્યારે ફરી સસ્તા અનાજના કાળા કારોબારની વિગતો સામે આવી છે. જેમાં મામલતદાર મયુરભાઈ દવે અને જિલ્લા પુરવઠા એ.જી.ગજ્જરની સંયુકત ટીમે વોચ રાખીને ફીરદોસ સોસાયટીમાંથી રિક્ષા ચાલક સંજય કીશોરભાઈ ઉઘરેજીયા અને પાંચ હનુમાન વિસ્તારમાંથી રિક્ષા ચાલક રાહુલ વિનોદભાઈને ઘઉં-ચોખાના બિનઅધિકૃત જથ્થા સાથે ઝડપી લીધા છે. તંત્રે કુલ રૂ. 3.16 લાખની મત્તા સીઝ કરી હતી. આ શખ્સો ઘરે ઘરેથી સસ્તા અનાજના ઘઉં-ચોખા ખરીદી તેનું ફેકટરીઓમાં વેચાણ કરી રહ્યા હતા.
[ad_1]
Source link

