Kadi By election: કડીમાં ભાજપની મોટી જીત, રાજેન્દ્ર ચાવડા 38,904 મતોથી જીત

    0
    9

    ગુજરાતમાં કડી અને વિસાવદર બેઠક પર પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. કડીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા 38,904 મતોની લીડથી જીતી ગયાં છે.  બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાએ હાર સ્વીકારી લીધી છે. કોંગ્રેસના રમેશ ચાવડાને 52085 મત મળ્યાં છે. જ્યારે આમ આદમી પાર્ટીને 2652 મત મળ્યા છે. કડીમાં ભાજપના ધારાસભ્ય સ્વ. કરસન સોલંકીના નિધન બાદ પેટા ચૂંટણી યોજાઈ છે. જેના પરિણામમાં ભાજપને મોટી જીત મળી છે. 

    રાજેન્દ્ર ચાવડા 1980થી ભાજપના સક્રિય કાર્યકર

    ભાજપના કડીના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા મુળ જોટાણા ગામના વતની છે. તેઓ 1980થી ભાજપના સક્રિય કાર્યકર છે. તેઓ મહેસાણા તાલુકા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયા હતાં. 1985માં જોટાણા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતાં. 2011થી 2017 સુધી તેઓ ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગરના ડિરેક્ટર તરીકે રહ્યાં છે. જ્યારે વિસાવદરના ઉમેદવાર કિરીટ પટેલ સહકારી આગેવાન તરીકે જાણિતા છે.

    કોણ છે રાજેન્દ્ર ચાવડા?

    રાજેન્દ્ર ચાવડા મહેસાણાના જોટાણા ગામના વતની છે. તેઓના શિક્ષણ પણ નજર કરવામાં આવે તો, રાજેન્દ્ર ચાવડાએ બીએ સુધી શિક્ષણ મેળવ્યુ છે. તેઓ વર્ષ 1972માં જનસંઘ એટલે કે આજે જેને ભાજપ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં જોડાયા હતા. અને તેઓ વર્ષ 1980થી ભાજપના સભ્ય તરીકે કાર્યરત છે. તેઓઓ વર્ષ 1981થી લઇને 1986 સુધી તાલુકા પંચાયતની ચૂંટણી જીતીને તેના સભ્ય તરીકે ફરજ બજાવી હતી.

    [ad_1]

    Source link

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here