Gujarat byelection: કડી- વિસાવદરમાં કુલ 49 ઉમેદવારો મેદાનમાં, આજે ફોર્મ ચકાસણી થશે

0
4

ગુજરાતમાં ખાલી પડેલી કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર આગામી 19મી જૂનના રોજ મતદાન થવાનું છે. ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ ઉમેદવારો જાહેર કરી દીધા છે. બંને બેઠકો પર ચૂંટણીનો પ્રચાર પણ પુરજોશમા ચાલુ થઈ ગયો છે.કડી અને વિસાવદર બેઠક પર ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. બંને બેઠકો પર કુલ 49 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.આજે ઉમેદવારોના ફોર્મની ચકાસણી હાથ ધરાશે. પાંચમી જૂન સુધીમાં ઉમેદવારો ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકશે.

આવતીકાલે ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરાશે

પ્રાપ્ત વિગતો પ્રમાણે કડી અને વિસાવદર બેઠક પર ઉમેદવારોનો રાફડો ફાટ્યો હોય તેમ કુલ 49 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.જેમાં કડી બેઠક પર 18 અને વિસાવદર બેઠક પર 31 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. આજે ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરાશે.પાંચમી જૂને ઉમેદવારી પત્રો પરત ખેંચવાની અંતિમ તારીખ છે. ત્યારબાદ ફાઈનલ થયેલા ઉમેદવારો વચ્ચે 19 જૂને ચૂંટણીનો જંગ ખેલાશે.

કડીમાં ભાજપમાંથી રાજેન્દ્ર ચાવડા અને કોંગ્રેસમાંથી રમેશ ચાવડાએ ફોર્મ ભર્યું

કડીમાં ભાજપમાંથી રાજેન્દ્ર ચાવડા અને કોંગ્રેસમાંથી રમેશ ચાવડાએ ફોર્મ ભર્યું છે. વિસાવદરમાં સહકારી આગેવાન કિરીટ પટેલે ભાજપ તરફથી ફોર્મ ભર્યું છે. જ્યારે કોંગ્રેસમાંથી નીતિન રાણપરિયાએ ફોર્મ ભર્યું છે. વિસાવદરમાં ભાજપના ઉમેદવારની 31 કરોડની સંપત્તી રજૂ કરાઈ છે. જેમાં 2017ની સરખામણીએ 10 કરોડનો વધારો થયો છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરીયાની 25 લાખની સંપત્તિ જાહેર કરાઈ છે.

49 ઉમેદવારોમાંથી કેટલા ઉમેદવારો ફોર્મ પરત ખેંચે છે તેના પર સૌની નજર

કડી અને વિસાવદર બેઠક પર ચોપાંખીયો જંગ ખેલાઈ રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને શંકરસિંહ વાઘેલાની પાર્ટીના ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાઈ રહ્યો છે. આ ઉપરાંત અપક્ષ ઉમેદવારોએ પણ આ વખતે મોટી સંખ્યામાં ફોર્મ ભર્યાં છે. જેમાં વિસાવદર બેઠક પર સૌથી વધુ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. હવે બંને બેઠકો પર કુલ 49 ઉમેદવારોમાંથી કેટલા ઉમેદવારો ફોર્મ પરત ખેંચે છે તેના પર સૌની નજર છે.ભાજપ અને કોંગ્રેસ બંને બેઠકો પર જીતનો દાવો કરી રહ્યાં છે.બીજી બાજુ આમ આદમી પાર્ટી અને શંકરસિંહ વાઘેલાની પાર્ટી પણ જીતનો દાવો કરે છે.હવે જોવાનું એ છે કે,બંને બેઠકો પર કોણ બાજી મારે છે.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here