આહીર સમાજ બાદ રબારી સમાજે નવા નિયમો અમલમાં મૂક્યા, સામાજિક પ્રસંગોમાં બિનજરૂરી ખર્ચ પર કાપ મુકાશે | Rabari community implements new rules in Zerda village of Deesa Banaskantha

0
6

Disa News : ગુજરાતના બનાસકાંટાના થરાદ બાદ હવે ડીસામાં પણ રબારી સમાજે સુધારાવાદી નિર્ણય લીધો છે. અગાઉ પણ રાજ્યના કેટલાક જિલ્લામાં રબારી સમાજ દ્વારા કુરિવાજો નાબુદ કરવા, સમાજમાં શિક્ષણનું સ્તર વધારવાનો નિર્ણય લેવાયો છે, ત્યારે સમાજે ડીસાના દુધેશ્વર મહાદેવના મંદિરમાં નવા નિયમો અમલમાં મૂક્યા છે. પહેલા પણ આહીર સમાજ દ્વારા આ પ્રકારનો નિર્ણય કરાયો હોવાનું સામે આવ્યો છે. 

ડીસાના ઝેરડા ગામે રબારી સમાજ નવા નિયમો અમલમાં મૂક્યા

મળતી માહિતી મુજબ, બનાસકાંઠાના ડીસાના ઝેરડા ગામે રબારી સમાજ સુધારાવાદી નવા નિયમો અમલમાં મુક્યા છે. જેમાં વધતી મોંઘવારી વચ્ચે મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો હોવાનું સામે આવ્યું છે. થોડા દિવસ પહેલા ડીસાના વડાવળ અને તાલેગંજ ગામે રબારી સમાજ દ્વારા નવું બંધારણ અમલમાં મૂકાયું હતું. 

આ પણ વાંચો: અમદાવાદના રામોલમાં પ્રેમસંબંધ રાખવાની ના પાડનાર પરણિતાની હત્યા, બે આરોપી ફરાર

રબારી સુધારાવાદીમાં લેવાયેલા નિર્ણય

– લગ્નમાં પત્રિકા છપાવવી નહી, માત્ર ટેલિફોનિક અને ડિજિટલ માધ્યમથી જાણ કરવી.

– દીકરીના લગ્નમાં જે પડલામાં કપડા આવે તેનો ઉપયોગ કરવો, ભાડે વસ્ત્ર લાવી પહેરવા નહી. 

– લગ્નમાં કે કુંડીમાં કટલરી અને પૈકીંગ વસ્તઓ જેવી કે બદામ, કાજુ, પિસ્તા જેવા સુકામેવા મુકવા નહી. 

– દીકરી કે દીકરાના લગ્નમાં વરરાજા સિવાય કોઈએ શૂટ કે શેરવાની ભાડે લાવવી નહી.

– કોઈપણ પ્રસંગમાં દીકરીઓએ ટૂંકા વસ્ત્રો પહેરવા નહી.

– દીકરા-દીકરીના લગ્ન પ્રસંગે ભોજનમાં બે મીઠાઈ, એક ફરસાણ, બે શાક, પુરી-રોટલી, દાળ-ભાત, છાશ જ રાખવી. અન્ય કોઈ વસ્તુ રાખવી નહી.

– લગ્નમાં મંડપ સાદો રાખવો, ડિસ્પ્લે રાખવું નહી અને સ્વાગતમાં ફુલ નાખવા નહી.

– બાળકનો જન્મ થાય ત્યારે સોના-ચાંદીના દાગીના આપવાની જગ્યાએ 21000 કે 51000 રોકડ આપવા.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here