સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અજીત મૌર્ય પોતાની પત્ની સાથે સરોજિની નગરની એક હોટેલમાં જમતો હતો, ત્યારે નવા વર્ષના સેલિબ્રેશન માટે વિદેશ જવાનું આયોજન કરી રહ્યો હતો. તે જ સમયે એકાએક ઉત્તર પ્રદેશ પોલીસ આવી અને બુધવારે તેની ધરપકડ કરી હતી.
ધોરણ 6 ડ્રોપ આઉટ અજીત મૌર્ય 41 વર્ષનો છે અને પોન્ઝી જેવી સ્કીમ ચલાવે છે. આ સાથે તે નકલી ભારતીય ચલણી નોટ ફેરવે છે અને વીમા યોજનાઓના નામે પણ લોકોને છેતરે છે. આ તમામ કેસ હેઠળ પોલીસે તેની ધરપકડ કરી હતી.
‘2 પત્નીઓ, 9 બાળકો અને 6 ગર્લફ્રેન્ડને ખવડાવવા માટે કર્યા ગુના’
મૌર્ય, જે સોશિયલ મીડિયા સાઇટ્સ પર રીલ્સ બનાવે છે, તેની બે પત્નીઓ, નવ બાળકો અને છ ગર્લફ્રેન્ડ છે. તેણે પોલીસને કહ્યું કે તેણે ‘પોતાના પરિવારને ખવડાવવા’ માટે ગુનો કર્યો હતો.
આ પણ વાંચોઃ
પૈસા માટે વેચી દીઘી પોતાની જ દીકરીની લાશ, અંતિમ સંસ્કાર પણ ન કર્યો અને…
તેની સામે નવ ફોજદારી કેસ છે. તેમાંથી એક FIR ધર્મેન્દ્ર કુમાર દ્વારા આવ્યા બાદ પોલીસે મૌર્યના ગુનાઓની ઊંડા સાંઠગાંઠનો પર્દાફાશ કર્યો હતો, જેમાં તેણે આરોપ લગાવ્યો હતો કે લોકોનું ગ્રુપ બનાવી રકમ બમણી કરવાના નામે તેણે રૂ. 3 લાખની છેતરપિંડી કરી હતી.
સોશિયલ મીડિયા સ્ટારની ક્રિમિનલ જર્ની
ગુનાઓ તરફ વળતા પહેલા મૌર્ય મુંબઈમાં ખોટા પ્લાસ્ટર ઓફ પેરિસની છત બનાવતો હતો. કામ મળતું બંધ થયા પછી તે ગુનાઓ તરફ વળ્યો હતો.પોલીસે જણાવ્યું કે, “મુંબઈમાં તેણે વર્ષ 2000માં 40 વર્ષીય સંગીતા સાથે લગ્ન કર્યા હતા અને તેને સાત બાળકો હતા. તેણે 2010 સુધીમાં તેની નોકરી ગુમાવી દીધી અને ગોંડામાં તેના ગામ પાછો ફર્યો, પરંતુ તેને કોઈ આકર્ષક નોકરી મળી ન હતી.”
મૌર્ય સામે 2016માં ગોંડામાં તેની સામે ચોરીનો કેસ નોંધાયો હતો, ત્યારબાદ તેણે ક્યારેય પાછુ ફરીને નથી જોયું અને તેની ગુનાહિત પ્રક્રિયા શરુ થઈ ગઈ.
આ પણ વાંચોઃ
જો 0 વોટનો બલ્બ હોય તો તે પ્રકાશ કેવી રીતે આપે? 99 ટકા નથી જાણતા જવાબ
ક્રાઈમ બ્રાન્ચના એક વરિષ્ઠ કર્મચારીએ ઉમેર્યું કે, “બે વર્ષ પછી તે 30 વર્ષની સુશીલાના સંપર્કમાં આવ્યો અને છેતરપિંડીનો નવો માર્ગ અપનાવ્યો. તેણે બનાવટી ચલણી નોટો અને ફ્લોટિંગ પોન્ઝી જેવી સ્કીમ્સ શરુ કરી દીધી.” બંનેએ ટૂંક સમયમાં જ કેટલાક અન્ય લોકો સાથે મેળાપ કર્યો અને ત્યાર બાદ તેઓ વૈભવી જીવન જીવવા લાગ્યા. 2019 માં, મૌર્યએ સુશીલા સાથે લગ્ન કર્યા, જેણે તેના અન્ય બે બાળકોને જન્મ આપ્યો.
સુંદર દેખાવા માટે કરાવી 200 પ્લાસ્ટિક સર્જરી, બની ગઈ વિકલાંગ!
તપાસ દરમિયાન, પોલીસને જાણવા મળ્યું કે મૌર્યએ બે ઘર બનાવ્યા હતા, જેમાંથી એકમાં સંગીતા રહે છે અને બીજામાં સુશીલા અને તેના બાળકો રહે છે. તે તેની પત્નીઓને લગ્ઝરી લાઈફ આપી રહ્યો છે. અને પોતેન કરેલી લૂંટ બને વચ્ચે સમાન રીતે વહેંચે છે.
‘મહિલાઓને આકર્ષવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો’
મૌર્ય પોતે ભાડાના મકાનમાં રહે છે. પોલીસે તેના કોલ ડિટેઈલ રેકોર્ડ્સ સ્કેન કર્યા અને જાણવા મળ્યું કે અજીતની છ ગર્લફ્રેન્ડ હતી અને તે તેઓને લાંબા પ્રવાસ પર પણ લઈ જતો હતો. પોલીસે ઉમેર્યું કે, તેની કાળજીપૂર્વક ક્યુરેટ કરેલ સોશિયલ મીડિયાની હાજરીના કારણે મહિલાઓ તેની તરફ આકર્ષાતી હતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર