હિંમતનગરમાં બે સ્ટાફ નર્સના મૃતદેહ મળતાં ખળભળાટ, એક તો 10મા માળેથી કૂદી ગઈ હતી | Panic after bodies of two staff nurses found in Himmatnagar

HomeSabarkanthaહિંમતનગરમાં બે સ્ટાફ નર્સના મૃતદેહ મળતાં ખળભળાટ, એક તો 10મા માળેથી કૂદી...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Himmatnagar Civil Hospital Staff Nurse News | હિંમતનગરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. અહીં સિવિલ હોસ્પિટલના સ્ટાફ ક્વાર્ટરમાંથી બે મહિલાના મૃતદેહો મળ્યા હતા. બંનેના મૃત્યુ શંકાસ્પદ હાલતમાં થયાની માહિતી મળી રહી છે. જેમાં કેટલાક અહેવાલોમાં એવો દાવો કરાયો છે કે એક મહિલાએ 10મા માળેથી ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું હતું. જ્યારે અન્ય એક મહિલાનો મૃતદેહ ચોથા માળે જ મળી આવ્યો હતો. 

બંને મહિલાઓ એક જ ફ્લોર પર રહેતી હતી 

પ્રાથમિક માહિતી અનુસાર આ બંને મહિલાઓ સ્ટાફ ક્વાર્ટર્સના બી-1 બ્લૉકના ચોથા માળે સામ સામે રહેતી હતી. જેમાં એક મહિલાનો મૃતદેહ ગ્રાઉન્ડ ફ્લોર પરથી તો બીજી મહિલાનો મૃતદેહ ચોથા માળેથી મળી આવ્યાની માહિતી છે. 

પોલીસ ઘટનાસ્થળે દોડી આવી.. 

આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ટુકડી ઘટનાસ્થળે દોડી આવી હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. એક મૃતક મહિલાની ઓળખ છાયાબેન તરીકે જાહેર કરવામાં આવી હતી. આ બંને મહિલાઓ બંને સ્ટાફ નર્સ હોવાની જાણકારી છે. જોકે હજુ સુધી બંને સ્ટાફ નર્સના મોતનું કારણ જાણી શકાયું નથી. આ મામલે બંને મહિલાના મોતની તપાસ અલગ અલગ એંગલથી કરવામાં આવી રહી છે. 


હિંમતનગરમાં બે સ્ટાફ નર્સના મૃતદેહ મળતાં ખળભળાટ, એક તો 10મા માળેથી કૂદી ગઈ હતી 2 - image



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon