સુરતમાં BRTS બસના દરવાજામાં મુસાફરનો પગ ફસાયો, 15 મિનિટ સુધી ડ્રાઈવરે ન ઊભી રાખી બસ | Surat BRTS controversy : Passengers foot gets stuck in BRTS BUS door but driver keeps bus running

Homesuratસુરતમાં BRTS બસના દરવાજામાં મુસાફરનો પગ ફસાયો, 15 મિનિટ સુધી ડ્રાઈવરે ન...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Surat BRTS Bus : સુરત મહાનગરપાલિકા સંચાલિત સીટી અને બીઆરટીએસ બસ સેવા સતત વિવાદમાં રહે છે. આજે સુરતના બીઆરટીએસ બસના એક ડ્રાઈવરની બેદરકારીને કારણે પાલિકાના નામે વધુ એક ગંભીર વિવાદ થયો છે. એક બસમાં મુસાફરનો પગ દરવાજામાં ફસાયા બાદ પણ ડ્રાઈવરે બસ ઉભી રાખી ન હતી. જેના કારણે ફસાયેલા પગે મુસાફરી કરી હતી આ દ્રશ્યો જોઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સુરતમાં દોડતી બીઆરટીએસ બસ આજે ગોડાદરાના મંગલ પાંડે બસ સ્ટેશન પાસેથી પસાર થતી હતી ત્યારે બસ નંબર GJ 05 CU 8120 માં એક મુસાફર ચડ્યો હતો. આ મુસાફર ચલતો હતો ત્યારે ડ્રાઈવરે દરવાજો બંધ કર્યો હતો પરંતુ કોઈ કારણસર મુસાફરનો પગ દરવાજામાં ફસાઈ ગયો હતો.

ડ્રાઈવરે આ ઘટના ગંભીરતાથી ન લઈ અને બસ દોડાવીએ રાખી હતી. બસનું બીજું બસ સ્ટેન્ડ ના આવે ત્યાં સુધી ડ્રાઈવરએ બસ દોડાવી રાખી હતી જેને કારણે દરવાજામાં ફસાયેલા પગે મુસાફરે મુસાફરી કરવી પડી હતી.  જોકે આ સમય દરમિયાન કોઈ દુર્ઘટના ન થતા મુસાફરને કોઈ વધુ ઈજા થઈ ન હતી. પરંતુ મુસાફરનો પગ દરવાજામાં ફસાયો હોય અને ડ્રાઈવર બસ દોડાવે રાખ્યા તે જોઈને મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon