અંકલેશ્વરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો. અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી સ્કૂલમાં તસ્કરો રોકડા રૂપિયા 80 હજારની ચોરી કરી ફરાર થઈ ગયા. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જીઆઇડીસીમાં ગાર્ડન સિટી રોડ પર આવેલી લાઈન્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ઓફિસના કબાટમાંથી રોકડની ચોરીને અંજામ આપ્યો. શાળાના ક્લાર્કે ધોરણ 1 થી 9ના વિદ્યાર્થીઓના ફોટોશૂટ માટેના રૂપિયા 80 હજાર તિજોરીમાં મૂક્યા હતા જેની તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની આ સમગ્ર ઘટના શાળામાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેમાં 2 અજાણ્યા ઇસમો એડમિન રૂમના હાથફેરો કરતા નજરે પડી રહ્યા છે. શિક્ષણના ધામમાં ચોરીની ઘટના સામે આવતા પોલીસની કામગીરી સામે ગંભીર સવાલ ઉભા થયા છે.
[ad_1]
Source link