બનાસકાંઠાની જોઈતા ગ્રામ પંચાયત બની સમરસ, ચૂંટણી પહેલાં ગામને મળ્યા નવા મહિલા સરપંચ અને ઉપ સરપંચ | Banasakantha Joyata gram panchayat become samaras

0
3

North Gujarat Gram Panchayat Election 2025 : ઉત્તર ગુજરાતની 2138 ગ્રામ પંચાયતોમાંથી 1599 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી માટે તા.22 જૂને બેલેટ પેપરથી મતદાન થવાનું છે. ત્યારે બનાસકાંઠાના જોઇતા ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલાં ગામને નવા સરપંચ મળ્યા છે.  વડગામ તાલુકાની જોઈતા ગ્રામ પંચાયત સમરસ બની છે અને ગ્રામ પંચાયતનું સુકાન મહિલાઓને સોંપાયું છે. મંજુલાબા ચાવડાની સરપંચ અને મનીષાબા ચાવડાની ઉપસરપંચ તરીકે વરણી કરવામાં આવી છે. 

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અંદરો અંદર કલેશ વધવાની સાથે વાતાવરણ તંગ બની જતું હોય છે. જેથી રાજ્ય સરકારે ગ્રામ પંચાયતોમાં ચૂંટણી ન થાય અને સી ગ્રામજનો ભેગા મળી સમરસ સરપંચ સહિત સભ્યોને ચૂંટી કાઢે તે માટે સમરસ ગ્રામ પંચાયતોને વધારાની પ્રોત્સાહક ગ્રાન્ટ આપવાનો નિર્ણય કર્યો હતો જે હજુ પણ અમલી છે. 

આ પણ વાંચો: કડીમાં લોબિંગ કર્યુ પણ નીતિન પટેલનો પનો ટૂંકો પડ્યો, હાઇકમાન્ડે સક્રિય જૂથોની ગણતરી ઉંધી પાડી

ઉ. ગુજરાતમાં સમરસ ગ્રામ પંચાયતને 3થી 4.50 લાખ સુધીની પ્રોત્સાહક ગ્રાન્ટ મળશે 

રાજ્ય સરકારે જે ગ્રામ પંચાયત સમરસ થાય તેના માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમરસના કિસ્સામાં ગ્રામ પંચાયતોની વસ્તીના આધારે પ્રોત્સાહક ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી છે. જે મુજબ જે ગ્રામ પંચાયતની વસ્તી 5000 હશે અને ત્યાં સમરસ પંચાયત થાય તો રુ 3 લાખ અને 5000થી વધુ વસ્તીના કિસ્સામાં 0 4.50 લાખ ગ્રાન્ટ આપવાનો નિર્ણય કર્યો છે. 

બાયડના અપક્ષ ધારાસભ્યએ સમરસ ગ્રામ માટે કરી રુ 10 લાખ આપવાની જાહેરાત

જ્યારે મહિલા સમરસના કિસ્સામાં વસ્તી પ્રમાણે છે 4,50,000 અને 27,50,000 સુધીની પ્રોત્સાહક ગ્રાન્ટ આપવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે બાયડના અપક્ષ ધારાસભ્યએ જે ગ્રામ પંચાયત સમરસ થશે તેને વિકાસના કામ માટે ધારાસભ્ય ગ્રાન્ટમાંથી રુ 10 લાખ આપવાની જાહેરાત કરી છે. ઉત્તર ગુજરાતમાં વધુ ને વધુ ગ્રામ પંચાયતો સમરસ થાય તે માટે ધારાસભ્યો સહિત જિલ્લા પંચાયત સદસ્યો મેદાનમાં આવ્યા છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 14-15 જૂન પછી વરસાદની આગાહી, ચોમાસું કેરળથી નીકળી મુંબઇમાં અટક્યું

15 જેટલી ગ્રામ પંચાયતો  સમરસ જાહેર થઈ શકે

ઉત્તર ગુજરાતની 1599 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી યોજાવવાની છે અને કેટલીક ગ્રામ પંચાયતોમાં ક્યારેય પણ ચૂંટણી યોજાઈ નથી. તેને જોતાં હાલના તબક્કે ઉત્તર ગુજરાતની 15 જેટલી ગ્રામ પંચાયતો તા. 11 જૂને સમરસ જાહેર થઈ શકે છે, પરંતુ કેટલીક ગ્રામ પંચાયતોમાં ખરાખરીનો જંગ જામે તેવા એંધાણ છે. આ સંજોગોમાં ગ્રામજનો દ્વારા જો સમરસ પંચાયત બનાવવામાં આવે તો પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા પ્રથમ વખત તેમજ બીજી અને ત્રીજી વખત સમરસ ગ્રામ પંચાયતો બને તો તેના માટે પ્રોત્સાહક અનુદાનની રકમ જાહેર કરવામાં આવી છે. 



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW

LEAVE A REPLY

We cannot recognize your api key. Please make sure to specify it in your website's header.

    null
     
    Please enter your comment!
    Please enter your name here