ગિરનારની પરિક્રમામાં જતા શ્રદ્ધાળુઓ માટે ખુશખબર, રેલવે વિભાગ સ્પેશિયલ ટ્રેન દોડાવશે | Railways to run special trains for pilgrims going for Girnar Parikrama

HomeJunagadhગિરનારની પરિક્રમામાં જતા શ્રદ્ધાળુઓ માટે ખુશખબર, રેલવે વિભાગ સ્પેશિયલ ટ્રેન દોડાવશે |...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Indian Railway: જૂનાગઢમાં ભવનાથ તળેટીમાં પરંપરાગત યોજાતી ગિરનાર પરિક્રમામાં મોટી સંખ્યામાં ભાવિકો પુણ્યનું ભાથું બાંધવા આવે છે. ત્યારે ગિરનાર પરિક્રમાને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગ દ્વારા કેટલીક સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે. 

વેરાવળ-ગાંધીગ્રામ સ્પેશિયલ ટ્રેન દોડશે

ટ્રેન નંબર 09556 વેરાવળ-ગાંધીગ્રામ સ્પેશિયલ ટ્રેન વેરાવળથી 21.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 8.00 કલાકે ગાંધીગ્રામ પહોંચશે. 

વેરાવળ-ગાંધીગ્રામ સ્પેશિયલ ટ્રેન માળીયા હાટીના, કેશોદ, જૂનાગઢ, જેતલસર, વિરપુર, ગોંડલ, ભક્તિનગર, રાજકોટ, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર જંકશન, બોટાદ, ધંધુકા, ધોળકા, બાવળા અને સરખેજ સ્ટેશન પર ઊભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ કોચ હશે. 

આ પણ વાંચો: પ્રેમ કે પાગલપન…! ખેડૂતે લકી કારને આપી સમાધિ, 15 હજાર મહેમાનની હાજરીમાં વાજતે-ગાજતે કાઢ્યું ફૂલેકું

ટ્રેન નંબર 09555 ગાંધીગ્રામ-વેરાવળ વિશેષ ટ્રેન ગાંધીગ્રામથી સવારે 10.10 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે સાંજે 17.40 વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેન રૂટમાં સરખેજ, બાવળા, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, ધસા, લાઠી, ચિતલ, વડીયા દેવળી, જેતલસર, જૂનાગઢ, કેશોદ અને માળીયા હાટીના સ્ટેશનો પર ઉભી રહેશે. ટ્રેન નંબર 09556 અને 09555 માટે ટિકિટ બુકિંગ આજથી (આઠમી નવેમ્બરથી)થી  IRCTC વેબસાઇટ શરૂ થયું છે.   

રાજકોટ-જૂનાગઢ સ્પેશિયલ ટ્રેન

ટ્રેન નંબર 09579 રાજકોટ-જૂનાગઢ સ્પેશિયલ ટ્રેન રાજકોટ સ્ટેશનથી સવારે 10.55 વાગ્યે ઉપડશે અને બપોરે 13.00 વાગ્યે જૂનાગઢ પહોંચશે. ત્યારબાદ ટ્રેન નંબર 09580 જૂનાગઢ-રાજકોટ સ્પેશિયલ ટ્રેન જૂનાગઢથી બપોરે 13.40 કલાકે ઉપડશે અને 17.05 કલાકે રાજકોટ પહોંચશે. 

રાજકોટ-જૂનાગઢ સ્પેશિયલ ટ્રેન ભક્તિનગર, ગોંડલ, ગોમટા, વીરપુર, નવાગઢ, જેતલસર અને વડાલ સ્ટેશન પર ઉભી રહેશે.જોકે, બંને ટ્રેનો સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ છે. આ ટ્રેનો આઠમીથી 18મી નવેમ્બર સુધી દરરોજ દોડશે.


ગિરનારની પરિક્રમામાં જતા શ્રદ્ધાળુઓ માટે ખુશખબર, રેલવે વિભાગ સ્પેશિયલ ટ્રેન દોડાવશે 2 - image



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon