૪૮ વોર્ડમાં આવેલી ગટર સાફ કરવા દસ વર્ષમાં રુપિયા ૨૭૪ કરોડથી વધુની રકમનો ખર્ચ | Located in ward 48

0
9

     

  અમદાવાદ,મંગળવાર,11 માર્ચ,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૪૮ વોર્ડમાં આવેલી
ગટરમાંથી શિલ્ટ કાઢવા દસ વર્ષમાં રુપિયા ૨૭૪.૮૭ કરોડનો ખર્ચ કરવામા આવ્યો
છે.વર્ષ-૨૦૨૪માં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં ગટર સફાઈ પાછળ રુપિયા ૪૩ કરોડનો
ખર્ચ કરવામા આવ્યો છે. આમ છતાં ગટર ઉભરાવાની ફરિયાદ વધતી જાય છે.

શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં ડ્રેનેજ પ્રોજેકટ વિભાગ  તથા ઝોન કક્ષાએ ગટર ડિસિલ્ટીંગ માટે કોન્ટ્રાકટ
અપાય છે.કોન્ટ્રાકટરો દ્વારા હાઈફલો જેટીંગ
,
મીની જેટીંગ, સુપર સકર
મશીન ઉપરાંત કમ્બાઈન્ડ જેટીંગ મશીનની મદદથી ડિસિલ્ટીંગની કામગીરી કરવામા આવે
છે.શહેરના વિવિધ વોર્ડમાં જેટીંગ મશીન
,સુપરસકર
મશીન વગેરેની મદદથી ગટરની સફાઈ કરાવવામા આવે છે. શિફટ મુજબ કોન્ટ્રાકટરોને રુપિયા
૧૧૮૪૪ જેટલી રકમ ચૂકવવામા આવે છે.મ્યુનિ.તંત્ર પાસે ગટર સફાઈના કુલ ૬૦ મશીન
છે.ઉપરાંત ખાનગી માલિકીના ચાર મશીનની મદદથી ગટરની સફાઈ કરાવવામા આવે છે.આમ છતાં
ગટર ઉભરાવાની ફરિયાદ વધી રહી છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here