હાંસોટમાં દારૂની મહેફિલ માણતા પોલીસકર્મીઓ સહિત 7 વિરૂદ્ધ ગુનો દાખલ, વીડિયો થયો હતો વાયરલ | hansot police alcohol party viral video case

0
6

Hansot Police Viral Video : ભરૂચ પોલીસ હેડ ક્વાર્ટરના વર્કશોપમાં બે પોલીસ કર્મચારીઓ દારૂ ઢીંચતા એલસીબીના હાથે ઝડપાઈ જવાની ઘટનાને હજુ 48 કલાક નથી થયા ત્યાં હાંસોટ તાલુકા પોલીસ મથકમાં પીઆઈનો રાઇટર અને હાઈવર કેટલાક લોકો સાથે દારૂની મહેફિલ માણતા હોવાના અને નશામાં ચકનાચૂર થઈને ડાન્સ કરતો હોવાનો વીડિયો વાયરલ થતાં જ ભરૂચ પોલીસની આબરૂ ધૂળમાં મળી ગઇ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક તપાસના આદેશ આપી 7 લોકો વિરૂદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

હાંસોટ તાલુકા પોલીસ મથકના પીઆઈનો રાઈટર હિતેશ પરમાર તથા પોલીસની જીપ ચલાવતો ડ્રાઇવર તથા અન્ય કેટલાક ઈસમો એક મકાનમાં દારૂની મહેફિલ જમાવી ડાન્સ કરતા હોવાનો વીડિયો કોઈએ બનાવીને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરતા પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે. બે દિવસ અગાઉ જ ભરૂચ એલસીબી પોલીસે ભરૂચ હેડ ક્વાર્ટરના બે પોલીસ કર્મીઓ સામે ચાલુ ફરજ દરમિયાન દારૂનું સેવન કરવાના મામલે ફરિયાદ દાખલ કરી હતી.  

આ પણ વાંચો: ગુજરાતમાં દર મિનિટે સરેરાશ બે બાળકોનો જન્મ, સૌથી વધુ જન્મ અને મૃત્યુમાં અમદાવાદ મોખરે

ત્યારે હાંસોટમાંથી પણ આવો કિસ્સો બહાર આવતા પોલીસ હવે આબરૂ બચાવવા દોડી હતી. જિલ્લા પોલીસ વડાએ વાયરલ વીડિયો મામલે તપાસ આદેશ આપી તપાસ હાથ ધરી હતી. આ મામલે હાંસોટ પોલીસ મથકમાં ફરજ બજાવતા હિતેશ પરમાર (ASI) અને  ઠાકોરભાઈ ગોમાનભાઇ પટેલ (GRD), મુજાદ મોહંમદ ઝફર શેખ, મોહંમદ સફીક શેખ, નાસીરભાઈ,  મહંમદ અનીસ મેમણ અને રઈશભાઈ સહિત સાત લોકો વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ અંતગર્ત ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું અમેરિકાથી આવેલા એક મિત્ર દ્વારા પોલીસકર્મીઓ માટે આ પાર્ટીનું આયોજન કર્યું હતું. ભવિષ્યમાં આ કોઇ ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. 



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here