Last Updated:
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 235 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં 33 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે 1096 દર્દીઓ ઓપીડી બેઝ સારવાર હેઠળ છે. સાથે જ 106 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
અમદાવાદ: ગુજરાતમાં વધતા કોરોના કેસ હવે આપણા સૌ માટે એક ચિંતાનો વિષય બની રહ્યો છે. લોકોએ સાવચેતી રાખવી ઘણી જરૂરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 235 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં જો કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો 1109 એક્ટિવ કેસ છે. એટલે કે હવે તો એક્ટિવ કેસની સંખ્યા પણ હજારને પાર પહોંચી ગઈ છે. 33 દર્દીઓ હાલ રાજ્યમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે 1076 દર્દીઓ હાલ રાજ્યમાં ઓપીડી બેઝ સારવાર હેઠળ છે. જોકે, સારી વાત એ છે કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 106 દર્દીઓને કોરોનાને મ્હાત આપી છે.
જે પણ દર્દીઓ હાલ હોમ આઇસોલેશનમાં છે તે દર્દીઓએ પોતાના સ્વાસ્થ્યનું સ્વનિરીક્ષણ કરવાનું રહેશે. સાથે જ જો તેઓને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો વગેરે જેવા લક્ષણો લાગે તો તેમણે નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો પડશે. સાથે લોકોએ પણ હવે સાવધાની રાખવી ઘણી જરૂરી બની છે. જેમાં ખાંસી કે છીંક ખાતી વખતે મોઢું ઢાંકીને રાખવું અને જાહેર સ્થળોએ ન થૂંકવું.

કોરોનાથી બચવા આપણે સૌએ ફરી અવારનવાર સાબુથી હાથ ધોવા જરૂરી છે. સાથે જ સેનિટાઇઝરનો ઉપયોગ કરવો પણ જરૂરી છે. ખાસ કરીને જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે તેવા લોકોએ વધારે ધ્યાન રાખવું જોઈએ. સાથે જ તેમણે માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. જોકે દર 6 થી 8 મહિનામાં કોરોનાનો રાઇઝિંગ ટ્રેન્ડ આવે છે. જેથી ગભરાવાની જરૂર નથી બસ સાવચેતી રાખવી જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે હાલની પરિસ્થિતિ મુજબ કોરોનાના કેસો વધતા બાળકોએ, વૃદ્ધોએ અને સગર્ભા મહિલાઓએ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. કોરોનાના વધતા કેસો સામે જે પણ લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી છે તેવા લોકોએ વધારે ધ્યાન રાખવું જોઈએ. કોરોનાથી બચવા માટે માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ ખાસ કરવો. સાથે જ ભીડ વાળી જગ્યાઓથી દૂર રહેવું વધારે સારું છે.
Ahmedabad,Gujarat
June 09, 2025 9:06 PM IST