‘સ્માર્ટ સિટી’ સુરતના ધોધમાર વરસાદ બાદના દ્રશ્યો, ગલીએ ગલીએ પાણી ભરાયેલા જોવા મળ્યા | surat monsoon flooding maldives like scenes pictures

0
5

Rain in Surat: સુરતમાં સોમવારથી સતત ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. જેના લીધે સુરતની ‘સૂરત’ બદલાઇ ગઇ છે. સુરત ‘સ્માર્ટ સિટી’ના બદલે લેક સિટી બની ગયું છે. ભારે વરસાદના લીધે ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. સુરતમાં ગતરોજ (23 જૂન) બપોર બાદ વરસાદે વિરામ લીધો હતો. જોકે, રાત્રિના બે વાગ્યા બાદ ફરી ધોધમાર વરસાદ શરૂ થયો હતો.

24 જૂનની સવારે 4 વાગ્યાથી સાંજે 4:00 વાગ્યા સુધીમાં સુરતમાં વધુ 6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના પગલે સુરતના નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણથી લઈને ગળા સુધી પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાવાની સ્થિતિના કારણે સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. તો બીજી તરફ પાણીમાં ફસાયેલા લોકોનું તંત્ર દ્વારા ટ્રેક્ટર અને બોટ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે.

SMCના ‘સ્માર્ટ વર્ક’થી સ્માર્ટ સિટીની ગલીએ ગલીએ પાણી ભરાયેલા જોવા મળી રહ્યાં છે. ડાયમંડ સિટી જાણે બીચ સિટી બન્યુ હોય તેવુ હાલ લાગી રહ્યું છે. સુરત શહેરના દૃશ્યો જોતા લાગે છે કે, સુરતીઓને માલદીવ્સ જવાની જરૂર નથી​!​​​​​​ જુઓ તસવીરો…

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here