સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં 15 જૂન સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી | Rain with thundershowers forecast in Saurashtra South Gujarat till June 15

0
9

Rain In Gujarat : ગુજરાતના અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદી માહલો છે, તો કેટલીક જગ્યાએ કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 15 જૂન સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ચાલો જાણીએ કયા-કેવો રહેશે વરસાદી માહોલ. 

આગામી ત્રણ દિવસ 7 જિલ્લામાં વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 10 થી 12 જૂન દરમિયાન ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 

13 જૂનની આગાહી

રાજ્યમાં આગામી ત્રણ દિવસ પછી 19થી વધુ જિલ્લામાં વરસાદની આગાહી છે. જેમાં 13 જૂનના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે હળવો વરસાદ રહેશે. 

આ પણ વાંચો: હવામાન વિભાગનું એલર્ટ : ગુજરાત સહિત 18 રાજ્યોમાં વાવાઝોડું અને ભારે વરસાદની આગાહી

જ્યારે 14-15 જૂનના રોજ રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દાહોદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, વડોદરા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here