મુંબઈ ઈન્ડિયન્સની મોટી જાહેરાત, ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેનારા સ્ટાર ખેલાડીને સોંપ્યું ટીમનું સુકાન | nicholas pooran appointed as the captain of mi new york in mlc 2025

0
2

Nicholas Pooran Appointed as the Captain of MI NewYork: વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર બેટર નિકોલસ પૂરને 10 જૂન, 2025 ના રોજ માત્ર 29 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને બધાને આશ્ચર્યચક્તિ કરી દીધા હતા. જ્યારે આ ડાબોડી બેટરે IPL 2025 માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. નિવૃત્તિ લીધાને 24 કલાક પણ થયા ન હતા કે મુંબઈ ઈન્ડિયન્સની ન્યૂયોર્ક ફ્રેન્ચાઇઝીએ મેજર લીગ ક્રિકેટ (MLC) 2025 માટે ટીમની કમાન સોંપી દીધી છે.

MI ન્યૂયોર્ક સાથે પૂરનની અદ્ભુત સફર

વર્ષ 2023માં નિકોલસ પૂરને MI ન્યૂયોર્ક સાથેની પોતાની સફર શરુ કરી હતી. પહેલી જ સિઝનમાં, તેણે પોતાની બેટિંગથી બધાનું દિલ જીતી લીધું. તેણે ફાઇનલમાં સિએટલ ઓર્કાસ સામે 55 બોલમાં અણનમ 137 રન બનાવીને MI ન્યૂયોર્કને ટાઇટલ અપાવ્યું હતું. પૂરન તે સિઝનમાં 388 રન સાથે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો, જે સિએટલના ક્વિન્ટન ડી કોક (264 રન) કરતા 124 રન આગળ હતો જે બીજા સ્થાને રહ્યો હતો. હવે પૂરનની કેપ્ટનશીપ હેઠળ, MI ન્યૂયોર્ક ફરી એકવાર ટાઇટલ જીતવા માટે તૈયાર છે.

પૂરન MI ફ્રેન્ચાઇઝીનો લાંબા સમયથી ભાગ 

પૂરનનો મુંબઈ ઇન્ડિયન્સ (MI) ફ્રેન્ચાઇઝી સાથે લાંબા સમયથી સંબંધ છે. IPL 2017 માં, પૂરનને MI દ્વારા  ખરીદવામાં આવ્યો હતો, જોકે તેને તે સિઝનમાં રમવાની તક મળી ન હતી. આ પછી, તે કિંગ્સ XI પંજાબ (હવે પંજાબ કિંગ્સ), સનરાઇઝર્સ હૈદરાબાદ અને હવે લખનઉ સુપર જાયન્ટ્સ માટે રમી ચૂક્યો છે. 

આ પણ વાંચો: ENG vs WI : 16 વર્ષ જૂનો ક્રિસ ગેઇલનો રેકોર્ડ તૂટ્યો, ઈંગ્લેન્ડના ઓપનર્સની ધમાકેદાર બેટિંગ

MI સાથેનો તેનો IPL અનુભવ ખૂબ શાનદાર ન હોવા છતાં, તેણે UAE માં MI ની ILT20 ટીમ, MI એમિરેટ્સ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. હવે તે MLC માં MI ન્યૂયોર્કની કેપ્ટનશીપ સંભાળીને આ ફ્રેન્ચાઇઝી સાથે નવી સફળતા મેળવશે. 

આ કારણે કહ્યું આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરતા લીગ ક્રિકેટમાં વધુ પૈસા મળતા હોવાથી નિકોલસ પૂરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો તે આગામી 10 વર્ષ સુધી સતત વેસ્ટ ઈન્ડિઝ ટીમ માટે રમ્યો હોત, તો તેને વાર્ષિક 2 કરોડના મુજબ માત્ર 20 કરોડ રૂપિયા જ મળ્યા હોત. જ્યારે તાજેતરમાં પૂરી થયેલી IPL 2025 માં તેણે બે મહિના રમીને 21 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આવી સ્થિતિમાં, એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પૂરને લીગ ક્રિકેટને કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે.


મુંબઈ ઈન્ડિયન્સની મોટી જાહેરાત, ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેનારા સ્ટાર ખેલાડીને સોંપ્યું ટીમનું સુકાન 2 - image



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here