ભારત-પાકિસ્તાન તણાવઃ શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ-નિફ્ટી રેડ ઝોનમાં બંધ – stock market close in red zone amid india pakistan war tension see latest update

0
10

BSE સેન્સેક્સે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે 78,968ના સ્તરે કારોબારની શરૂઆત કરી હતી અને આખો દિવસ રેડ ઝોનમાં જ ટ્રેડ કરતો રહ્યો. જોકે, માર્કેટ બંધ થયું ત્યારે તેમાં થોડી રિકવરી જોવા મળી હતી, પરંતુ આ ઈન્ડેક્સ 880.34 પોઇન્ટ અથવા 1.10 ટકાના ઘટાડા સાથે 79,454.47ના સ્તરે બંધ થયો હતો.

સેન્સેક્સની જેમ જ NSE નિફ્ટીએ પણ 23,935.75ના સ્તરે કારોબાર શરૂ કર્યો હતો અને તેણે પણ આખો દિવસ લાલ નિશાન પર જ કારોબાર કર્યો. શેરબજારમાં ટ્રેડિંગ બંધ થતાં એટલે કે માર્કેટ ક્લોઝ થતી વખતે નિફ્ટી 265.80 પોઇન્ટ અથવા 1.10 ટકાના ઘટાડા સાથે 24,008 પર બંધ થયો.

ગઈકાલે પણ નોંધાયો હતો ઘટાડો

આ સતત બીજો દિવસ છે, જ્યારે માર્કેટ રેડ ઝોનમાં બંધ થયું છે. આ પહેલાં ગત ગુરુવારે પણ શેરબજારમાં શરૂઆતના કારોબાર દરમિયાન થોડો ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો, પરંતુ જ્યારે પાકિસ્તાનમાં ડ્રોન હુમલાના સમાચાર આવ્યા, તે પછી છેલ્લી કલાકમાં સેન્સેક્સ-નિફ્ટી ખરાબ રીતે તૂટ્યા હતા. સેન્સેક્સ 411.97 પોઇન્ટના ઘટાડા સાથે 80,334.81ના સ્તરે બંધ થયો હતો, જ્યારે NSEનો નિફ્ટી-50 140.60 પોઇન્ટના ઘટાડા સાથે 24,273.80ના લેવલે બંધ થયો હતો.

લાર્જકેપમાં આ 10 શેરો તૂટ્યા

માર્કેટમાં ઘટાડા દરમિયાન સૌથી વધુ તૂટેલા શેરની વાત કરીએ તો લાર્જકેપ કેટેગરીમાં ICICI બેંક શેર (3.16%), પાવરગ્રીડ શેર (2.70%), બજાજ ફાઇનાન્સ શેર (2.02%), HDFC બેંક શેર (1.93%), રિલાયન્સ શેર (1.93%), બજાજ ફિનસર્વ શેર (1.77%), અદાણી પોર્ટ્સ શેર (1.73%), M&M શેર (1.59%), એક્સિસ બેંક શેર (1.44%), અને સનફાર્મા શેર (1.23%) ઘટાડા સાથે બંધ થયા.

સ્મોલકેપ-મિડકેપમાં પણ આવી જ સ્થિતિ

મિડકેપ કેટેગરીના શેરની વાત કરીએ તો ઇન્ડિયન હોટેલ શેર (4.10%), M&M ફાઇનાન્સ શેર (3.75%), ક્રિસિલ શેર (2.87%), NIACL શેર (2.85%), UCO બેંક શેર (2.60%), RVNL શેર (2.35%), ડિક્સન શેર (2.34%) અને KPI ટેક શેર (2.25%) ઘટાડા સાથે બંધ થયા. જ્યારે સ્મોલકેપ શેરની યાદીમાં મુથૂત MF (12.39%), સૂર્યોદય બેંક (6.35%) અને જેનસોલ શેર (5%)ના ઘટાડા સાથે બંધ થયા.

(Disclaimer: અહીં આપવામાં આવેલી શેરબજારની જાણકારી ફક્ત સામાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here