ભરુચ: રામ રાખે એને કોણ ચાખે. આ વાત ફરી ચરિતાર્થ થઈ છે અંકલેશ્વર સર્કલ નજીક. ઝઘડિયાથી સુરત તરફ જઈ રહેલી એક ST બસની અંકલેશ્વર સર્કલ નજીક બ્રેક ફેઈલ થઈ જતાં બસ બેકાબૂ બની હતી. બેકાબૂ બનેલી આ બસે ત્રણ વાહનો ટક્કર મારી હતી. જ્યારે એક વ્યક્તિને પણ અડફેટે લીધો હતો. જેના CCTV સામે આવ્યા છે. આ CCTVમાં જોઈ શકાય છે કે શખ્સને બસ અડફેટે લઈ રહી છે. તો આ તરફ અચાનક બેકાબૂ બનેલી બસને જોતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. પરંતુ આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની ન થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો છે. સમગ્ર મામલે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
Source link