બોગસ મતદાન થયાની ફરિયાદ બાદ કોંગ્રેસને 5 અને 6 જ મત મળ્યા, :નવા વાઘણીયામાં નોટામાં બે મત પડયા
જૂનાગઢ, : વિસાવદર બેઠક પર માલીડા અને નવા વાઘણીયા બુથ પર ફેર મતદાન થયું હતું એ બંને બુથ પર ભાજપને વધુ મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને તો પાંચ છ મત જ મળ્યા હતા. તા. 21ના ફેરમતદાન વખતે 86-માલીડા બુથમાં કુલ 628માંથી 505નું મતદાન થયું હતું તેમાંથી ભાજપને સૌથી વધુ 367 મત મળ્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીને 122 અને કોંગ્રેસને માત્ર 5 મત જ મળ્યા હતા. આ બુથ પર નોટામાં એક પણ મત પડયો ન હતો. જ્યારે 111 નંબરના બુથ નવા વાઘણીયામાં કુલ 293માંથી 242 મત પડયા હતા. ભાજપને 141 આમ આદમી પાર્ટીને 74 અને કોંગ્રેસને માત્ર 6 મત જ મળ્યા હતા. 2 મત નોટામાં પડયા હતા. આમ બોગસ મતદાનની ફરિયાદ બાદ ફેર મતદાન થયું એ બુથમાં ભાજપને લીડ મળી પરંતુ સમગ્ર વિધાનસભા વિસ્તારમાં ભાજપનો રકાસ થયો હતો.
[ad_1]
Source link