નવી દિલ્હીઃ ડિફેન્સ કંપનીઓના સ્ટોક્સ 11 જૂનના રોજ પ્રેશરમાં જોવા મળ્યા હતા. મોટાભાગના ડિફેન્સ સ્ટોક્સ લાલ નિશાનમાં હતા. આ વર્ષે ડિફેન્સ સ્ટોક્સે રોકાણકારોને માલામાલ કરી દીધા છે. ફેબ્રુઆરીના અંતમાં નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ 5,132 પર હતો, જે હવે 8,919 પર છે. આ દરમિયાન ડિફેન્સ સ્ટોક્સમાં 70 ટકાથી વધુની તેજી આવી છે. ડિફેન્સ સ્ટોક્સમાં આવેલી આ તેજી પાછળ બે કારણો જવાબદાર રહ્યા છે. પ્રથમ, સરકાર દ્વારા દેશમાં જ ડિફેન્સ ઇક્વિપમેન્ટ્સ બનાવવા પર ભાર મૂકવામાં આવતા ડિફેન્સ કંપનીઓને મોટા ઓર્ડર મળી રહ્યા છે. બીજું, ઘણા રોકાણકારો ડિફેન્સ સ્ટોક્સમાં રોકાણ કરી રહ્યા છે, કારણ કે તેમને ડર છે કે જો તેઓ આમ નહીં કરે, તો તેઓ ડિફેન્સ સ્ટોક્સમાં આવનાર તેજીનો લાભ લેવાની તક હાથમાંથી ખોઇ બેસશે.