પોરબંદરમાં રામદેવપીરનો મંડપ ધરાશાયી થતાં એક દર્શનાર્થીનું મોત, ચોપાટી ગ્રાઉન્ડ પર અફરાતફરી | porbandar ramdevpir mandap collapse devotee death

0
5

Porbandar News: પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ ખાતે રામદેવપીરના મંડપ મહોત્સવમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. બુધવારે (11મી જૂન) સવારે મંડપ ઊભો કરતી વખતે અચાનક એક દોરી તૂટી પડતાં મંડપ ધરાશાયી થયો હતો. આ ઘટનામાં એક દર્શનાર્થીનું મોત નીપજ્યું છે. જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત હોવાના સમાચાર સામે આવ્યા છે. હાલ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

મળતી માહિતી અનુસાર, પોરબંદરના ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે રામદેવપીરના મંડપ મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં બુધવારે સવારના સમયે મંડપ ઊભો કરતી વખતે એકાએક નીચે પટકાયો હતો, જેના કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે 10 જેટલા લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. ઘટનાના પગલે ચોપાટી ગ્રાઉન્ડ વિસ્તારમાં દોડધામ મચી જતાં તાત્કાલિક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ મામલે સ્થાનિક પ્રશાસન દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


પોરબંદરમાં રામદેવપીરનો મંડપ ધરાશાયી થતાં એક દર્શનાર્થીનું મોત, ચોપાટી ગ્રાઉન્ડ પર અફરાતફરી 2 - image



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here