જૂનાગઢ: રાજ્યમાં ફરી એક વખત સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. કેશોદના ચર ગામે રહેતા એક પરિવારના સભ્યોએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. પરિવારના 3 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેમાંથી માતા-દીકરીનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
મળતી માહિતી મુજબ, કેશોદના ચર ગામે રહેતાં પરિવારના 3 સભ્યોએ ઝેરી દવા પીધી હતી. એક પરિવારના 3 સભ્યો માતા, પુત્ર અને પુત્રીએ ઝેરી દવા પી લેતાં દોડધામ મચી જવા પામી હતી. જ્યારે ઝેરી દવાથી અસરગ્રસ્ત માતા-દીકરીનું મોત નીપજ્યું છે. જ્યારે પુત્ર કેશોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ પણ વાંચો:
શું મંત્રીમંડળનું વિસ્તરણ થશે? દાદાએ અચાનક રવિવારે કેમ બોલાવી કેબિનેટની બેઠક?
ઘટનાને પગલે આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા અને પરિવારના ત્રણેય સભ્યોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી માતા-દીકરીનું મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને તપાસમાં જોતરાઇ છે. જોકે, હાલ આપઘાત પાછળનું કારણ સામે આવ્યું નથી. પોલીસ દ્વારા આર્થિક તંગી કે અન્ય પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ આત્મહત્યા પહેલાં કોઇ સ્યૂસાઇડ નોટ લખવામાં આવી હતી કે કેમ, તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે, જે પરિવારના ત્રણ સભ્યોએ ઝેરી દવા ગટગટાવી લીધી છે, તે જ પરિવારમાં થોડા મહિના પહેલા અન્ય પુત્રએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી. સાથે જ મૃતક માતાની માનસિક સ્થિતિ સારી ન હોવાની માહિતી પણ મળી રહી છે. હાલ કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર