– વલ્લભીપુર અને મહુવામાં પોણો ઈંચ મેઘમહેર વરસી
– સિહોર, જેસર અને તળાજામાં અર્ધો ઈંચ જેટલું પાણી વરસ્યું, પાલિતાણામાં ઝાપટું : ગોમા ડેમ 100 ટકા ભરાયો
ભાવનગર : ભાવનગર જિલ્લાના આઠ તાલુકામાં ઝાપટાંથી લઈ ધોધમાર બે ઈંચ મેઘમહેર વરસી હતી. ભાવનગર અને ઘોઘામાં વરસાદી માહોલ વચ્ચે વાતાવરણમાં ઠંડક રહી હતી.
ઉમ્રાળામાં પાંચેક દિવસના વિરામ બાદ વહેલી સવારે ઝરમર બાદ બપોરે બે વાગ્યાથી ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. ત્યારબાદ સાંજના સમયે પણ ધીમીધારે પાણી વરસતા દિવસ દરમિયાન બે ઈંચ જેટલો (૪૮ મિ.મી.) વરસાદ ખાબકી ગયો હતો. સાંજે છ વાગ્યા બાદ આકાશમાં ગાઢ વાદળો છવાયેલા જોવા મળ્યા હતા. ઉમરાળા અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદના પગલે ખેતરો-માર્ગો પર પાણી ભરાયા હતા. ગારિયાધારમાં પણ આજે મેઘરાજાની પધરામણી થતાં એક ઈંચથી વધુ (૨૬ મિ.મી.) પાણી વરસ્યું હતું. મહુવામાં ૧૮ મિ.મી., વલ્લભીપુરમાં ૧૭ મિ.મી., જેસરમાં ૧૦ મિ.મી., સિહોર અને તળાજામાં ૯-૯ મિ.મી. અને પાલિતાણામાં બે મિ.મી. વરસાદ વરસ્યો હતો.
જિલ્લાના ડેમ વિસ્તારોમાં પણ વરસાદની હાજરી નોંધાઈ હતી. શેત્રુંજી, રજાવળ ડેમ વિસ્તારમાં પાંચ-પાંચ મિ.મી., ખારો ડેમમાં ૧૫ મિ.મી., રંઘોળામાં ૨૬ મિ.મી., માલણમાં ૦૮ મિ.મી., હણોલમાં ૧૯ મિ.મી. અને રોજકી ડેમ વિસ્તારમાં ૧૦ મિ.મી. વરસાદ ખાબક્યો હતો. ઉપરવાસમાં વરસાદના પગલે ગોમા ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયો હતો. પીંગળી ડેમમાં ૨૦ ક્યુસેક પાણીની આવક-જાવક રહી હતી.
બરવાળામાં વીજળીના કડાકા-ભડાકા સાથે દોઢ ઈંચ વરસાદ
બોટાદ જિલ્લામાં આજે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. બરવાળામાં સવારે અને બપોરે ઝરમર વરસાદ બાદ સાંજે સાત વાગ્યા આસપાસ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર દોઢ ઈંચ (૪૦ મિ.મી.) વરસાદ ખાબકી જતાં મુખ્ય બજાર, સોસાયટી અને શેરીઓમાં ગોઠણ સમા પાણી ભરાઈ ગયા હતા. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. બોટાદમાં પણ પોણો ઈંચ જેટલી (૧૭ મિ.મી.) મેઘમહેર થઈ હતી. જ્યારે રાણપુરમાં ત્રણ મિ.મી. પાણી વરસ્યું હતું. ખાંભડા ડેમ વિસ્તારમાં ૪૦ મિ.મી., ઉતાવળીમાં ૪૫ મિ.મી., કાળુભારમાં પાંચ મિ.મી., કાનિયાડમાં ૭૦ મિ.મી. અને ગોમા ડેમ વિસ્તારમાં ૩૫ મિ.મી. વરસાદ થયો હતો.
[ad_1]
Source link