ઈક્વિટી ફંડોમાં રોકાણ ઘટીને એક વર્ષના તળિયે | Investment in equity funds falls to one year low

0
5

શેર બજારમાં તેજીનું પરિણામ : ઈન્વેસ્ટરો ડાયરેક્ટ શેરોમાં રોકાણ તરફ વળ્યા

મુંબઈ : ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં મે ૨૦૨૫ મહિનામાં રોકાણ પ્રવાહ એપ્રિલની તુલનાએ ૨૧.૬૬ ટકા ઘટીને રૂ.૧૯૦૧૩.૧૨ કરોડની એક વર્ષની નીચી સપાટીએ નોંધાયો છે. એસોસીયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એમ્ફી)એ આજે જાહેર કરેલા આંકડામાં ઈક્વિટી ફંડોમાં રોકાણકારોનો રોકાણ ઉત્સાહ મંદ પડતો હોવાનું ચિત્ર ઉપસ્યું છે. એમ્ફીના આંકડા મુજબ ઈક્વિટીઝમાં માર્ક ટુ માર્કેટ (એમટુએમ) લાભના કારણે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની એયુએમ-એસેટ અન્ડર મેનેજમેન્ટ એપ્રિલ ૨૦૨૫ના રૂ.૬૯.૯૯ લાખ કરોડની તુલનાએ મે ૨૦૨૫માં પ્રથમ વખત રૂ.૭૨.૨૦ લાખ કરોડની ઊંચાઈએ પહોંચી છે. આમ મે મહિનામાં એકંદર ચોખ્ખો રોકાણ પ્રવાહ ઉદ્યોગમાં રૂ.૨૯,૧૦૮.૩૩ કરોડનો નોંધાયો છે. મે મહિનાના આંકડા સાથે ઓપન એન્ડેડ ઈક્વિટી ફંડોમાં ચોખ્ખો રોકાણ પ્રવાહ માર્ચ ૨૦૨૧ બાદ સતત પોઝિટીવ બની રહી ૫૧માં મહિને પોઝિટીવ ઝોનમાં રહ્યો છે.

એમ્ફીના ચીફ એક્ઝિક્યુટીવ એન. ચેલાસાનીએ જણાવ્યું હતું કે, ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની એયુએમ રૂ.૭૦ લાખ કરોડનો આંક પાર કરી નવી ઊંચાઈએ પહોંચી છે. જે રિટેલ રોકાણકારોની સતત હિસ્સેદારી અને સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી)ના સતત વહેલા પ્રવાહ થકી જોવાયું છે. 

એસઆઈપીમાં વૃદ્વિ પ્રોત્સાહક બની રહેતાં રોકાણકારો લાંબાગાળાના રોકાણ તરફ વળી રહ્યાનો સંકેત આપે છે. મે મહિનામાં ઈક્વિટીમાં રોકાણ પ્રવાહ ધીમો રૂ.૧૯૦૧૩ કરોડ રહ્યો છે. જે બજારની વોલેટીલિટીના કારણે સાવચેતીનો અભિગમ દર્શાવે છે.

શેરબજારની રિકવરીના કારણે રોકાણકારો સીધા ઈક્વિટીમાં રોકાણ તરફ વળવાના કારણે મ્યુચ્યુઅલ ફંડોમાં ઈક્વિટી ફંડોમાં રોકાણ પ્રવાહ ધીમો પડયો હોવાનું માનવામાં આવે છે. મે મહિનામાં સેન્સેક્સ ૧.૫૧ ટકા અને નિફટી ૫૦ ઈન્ડેક્સ ૧.૭૧ ટકા વધ્યા છે. આ દરમિયાન મે મહિનામાં એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ એપ્રિલની તુલનાએ ૦.૨૧ ટકા વધીને રૂ.૨૬,૬૮૮ કરોડની નવી ઊંચાઈએ નોંધાયું છે.

ઈક્વિટી ફંડોમાં લાર્જ કેપ કેટેગરીમાં રોકાણ પ્રવાહ ૫૩.૧૯ ટકા ળધીને રૂ.૧૨૫૦.૪૭ કરોડ નોંધાયો છે. પરંતુ સ્મોલ કેપ ફંડોમાં રોકાણ સાવચેતીએ ચોખ્ખો રોકાણ પ્રવાહ ૧૯.૬૪ ટકા ઘટીને રૂ.૩૨૧૪.૨૧ કરોડ રહ્યો છે. જ્યારે મિડ કેપ પંડોમાં રોકાણ મે ૨૦૨૫ મહિનામાં ૧૫.૨૫ ટકા ઘટીને રૂ.૨૮૦૮.૬૮ કરોડ થયું છે. મલ્ટિકેપ અને ફ્લેક્સિકેપ ફંડોમાં રોકાણમાં વિરોધાભાસ જોવાયો છે. 

ફિક્સ્ડ ઈન્કમ સેગ્મેન્ટમાં ડેટ ફંડોમાં ચોખ્ખું રોકાણ એપ્રિલના રૂ.૨.૧૯ લાખ કરોડની તુલનાએ મે મહિનામાં રૂ.૧૫,૯૦૮.૪૮ કરોડનું થયું છે. આ દરમિયાન કોર્પોરેટ બોન્ડ ફંડમાં રોકાણ રૂ.૧૧,૯૮૩.૩૫ કરોડ અને મની માર્કેટ ફંડોમાં રૂ.૧૧,૨૨૩.૦૮ કરોડનું થયું છે. હાઈબ્રિડ ફંડોમાં ૪૫.૭૪ ટકા વધીને રૂ.૨૦,૭૬૫.૦૫ કરોડ, આર્બિટ્રાજ ફંડોમાં ૩૩.૧૮ ટકા વધીને રૂ.૧૫,૭૦૧.૯૭ કરોડ અને મલ્ટિ એસેટ એલોકેશન ફંડ કેટેગરીમાં ૩૯ ટકા વધીને રૂ.૨૯૨૬.૮૦ કરોડ થયું છે. ડાયનામિક એસેટ એલોકેશન-બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ કેટેગરીમાં ૨૮.૯૨ ટકા વધીને રૂ.૧૧૩૬.૧૨ કરોડ થયું છે.

 ગોલ્ડ ફંડોમાં ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડો (ઈટીએફ)માં મે મહિનામાં ચોખ્ખું રોકાણ એપ્રિલના રૂ.૫.૮૨ કરોડની તુલનાએ નજીવું વધીને રૂ.૨૯૧.૯૧ કરોડનું થયું છે.

ઈક્વિટી મ્યુ. ફંડોમાં રોકાણનો ટ્રેન્ડ

ફંડ કેટેગરી

માર્ચ

એપ્રિલ

મે

 

2025

2025

2025

મલ્ટિ કેપ ફંડ

૨૭૫૩

૨૫૫૨

૨૯૯૯

લાર્જ કેપ ફંડ

૨૪૭૯

૨૬૭૧

૧૨૫૦

લાર્જ-મિડ કેપ

૨૭૧૮

૨૫૫૨

૨૬૯૧

મિડ કેપ ફંડ

૩૪૩૯

૩૩૧૪

૨૮૦૯

સ્મોલ કેપ

૪૦૯૨

૪૦૦૦

૩૨૧૪

ડિવિડન્ડ યીલ્ડ

૧૪૧

૫૧

-૨૧

વેલ્યુ-કોન્ટ્રા ફંડ

૧૫૫૩

૧૦૭૩

-૯૨

ફોકસ્ડ ફંડ

૧૩૮૬

૮૮૫

૯૪૭

સેકટરલ-થીમેટિક

૧૭૦

૨૦૦૧

૨૦૫૨

ઈએલએસએસ

૭૩૫

-૩૭૨

-૬૭૮

ફલેક્સિ કેપ

૫૬૧૫

૫૫૪૨

૩૮૪૧

કુલ રોકાણ

૨૫,૦૮૨

૨૪૨૬૯

૧૯,૦૧૩



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here