આમિર ખાને સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લીધી, કહ્યું- ‘મારા પરદાદા અને સરદાર પટેલ ચળવળમાં સાથે હતા’ | Aamir Khan Visits The Statue Of Unity In Gujarat

HomeNARMADAઆમિર ખાને સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લીધી, કહ્યું- 'મારા પરદાદા અને સરદાર...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Aamir Khan Visits The Statue Of Unity : દેશમાં આજે 76માં પ્રજાસત્તાક દિવસની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે, ત્યારે ગુજરાતના સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે થઈ રહેલા ધ્વજવંદન કાર્યક્રમમાં બોલીવૂડના અભિનેતા આમિર ખાને પણ હાજરી આપી હતી. આમિર ખાનની આગામી ફિલ્મ ‘સિતારે જમીન પર’નું ગુજરાતમાં શૂટિંગ ચાલી રહ્યું છે, ત્યારે આમિર ખાને સ્ટેચ્યૂ ઑફ યુનિટીના ધ્વજવંદનમાં પહોંચીને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાને નીહાળી અને ગેલેરીની મુલાકાત લીધી હતી. 

‘મારા પરદાદા અને સરદાર પટેલ ચળવળમાં સાથે હતા’

આ પ્રસંગે આમિર ખાને કહ્યું કે, ‘આપણા જે ફ્રિડમફાયટર રહ્યા છે, જેમને દેશ અને આપણા બધાની આઝાદી માટે લડત આપી છે. જેમાં મારા પરદાદા મૌલાના આઝાદ અને સરદાર પટેલ આ ચળવળમાં ગાંધીજીની લીડરશીપમાં સાથે હતા. મારા માટે આ ઘણો ખાસ દિવસ છે. હું આજે અહીં બેસીને વિચાર રહ્યો હતો કે, તેમણે કેટલી ચર્ચાઓ કરી હશે અને મુશ્કેલીનો સામનો કર્યો હશે. આ સાથે જેલમાં પણ ગયા છે.’

આ પણ વાંચો: કર્તવ્ય પથ પર રજૂ કરાયેલા ગુજરાતના ટેબ્લોને દેશમાં નંબર-1 પર લાવવાની તક, આવી રીતે આપો મત

સ્ટેચ્યૂ ઑફ યુનિટીના વખાણ કરતાં આમિરે કહ્યું કે, ‘હું તમામ દેશવાસીઓને કહીશ કે આ એટલી ખાસ જગ્યા છે કે, આપણું અદભૂત મોર્ડન સ્ટ્રક્ચર તૈયાર કર્યુ છે. મોદીજીએ આનો પાયો નાખ્યો હતો. દેશવાસીઓને હું કહીશ કે તમે અહી આવો અને આ જગ્યાનો આનંદ અને એનર્જીનો અહેસાસ કરો.’





Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon