અમદાવાદના SPIPA સેન્ટરમાં UPSCની નિઃશુલ્ક તાલીમ મેળવવાની તક, જાણો અરજી કરવાની રીત | Opportunity to get free UPSC training at SPIPA Center in Ahmedabad

0
7

UPSC Training At SPIPA Center In Ahmedabad : ગુજરાતના અમદાવાદ સ્થિત સરદાર પટેલ ઇન્સ્ટીટ્યુટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA) સેન્ટર ખાતે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC), ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) સહિત વિવિધ સરકારી ભરતીની નિઃશુલ્ક તાલીમ આપવામાં આવે છે. જેમાં તાલીમ મેળવવા માટે SPIPA દ્વારા એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવે છે, ત્યારે તાજેતરમાં SPIPA દ્વારા UPSC સિવિલ સર્વિસીઝની યોજાનારી એન્ટ્રન્સ પરીક્ષાને લઈને ઓનલાઇન અરજી મંગાવવામાં આવી રહી છે. જેમાં SPIPA દ્વારા ઓનલાઇન અરજી કરવાની તારીખ લંબાવાઈ છે. 

SPIPA સેન્ટરમાં UPSCની નિઃશુલ્ક તાલીમ સુવિધા

અમદાવાદ સ્થિત SPIPA સેન્ટર ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયાર કરતાં ઉમેદવારોને નિઃશુલ્ક તાલીમ આપવામાં આવે છે, ત્યારે હાલ SPIPAમાં UPSC સિવિલ સર્વિસીઝ પરીક્ષા-2026 તેમજ ગ્રૂપ-A કેન્દ્રીય સેવાઓને લઈને પ્રશિક્ષણવર્ગ 2025-26 માટે Ojasની ojas.gujarat.gov.in વેબસાઇટ પર ફોર્મ ભરાવવાના શરુ છે. જેમાં ઉમેદવારો આગામી 15 જૂન સુધી અરજી કરી શકશે. 

કોણ કરી શકશે અરજી?

SPIPA ખાતે UPSC સિવિલ સર્વિસીઝ પરીક્ષા 2026ને લઈને તાલીમ મેળવવા માટે એન્ટ્રન્સ એક્ઝામના ફોર્મ ભરવામાં આવી રહ્યા છે, ત્યારે તેમાં સ્નાતક અથવા કૉલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતાં ઉમેદવારો અરજી કરી શકશે. જેમાં અરજી કરનાર જનરલ કેટેગરીના ઉમેદવારોએ રૂ. 300 અને અનામત કેટેગરીના ઉમેદવારોએ 100 રૂપિયા અરજી ફી ભરવાની રહેશે. 

આ પણ વાંચો: MSUની ફેકલ્ટી ઓફ કોમર્સમાં 10 હજાર વિદ્યાર્થીઓએ પ્રવેશ ફોર્મ ભર્યા છે ત્યારે બેઠક વધારવાની માગ : ઉગ્ર આંદોલનની ચીમકી

આ એન્ટ્રન્સ એક્ઝામ માટે ઉમેદવારની ઉંમર 21થી 32 વર્ષની અંદરમાં હોવી જોઈએ. તમને જણાવી દઈએ કે, SPIPA આગામી 20 જુલાઈના રોજ એન્ટ્રન્સ એક્ઝામ યોજવાનું આયોજન કર્યું છે. જેમાં 150 પ્રશ્નો અને 300 માર્કની બે પાર્ટમાં પરીક્ષા લેવાશે. 



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here