અમદાવાદના વસ્ત્રાપુરમાં ગટર સાફ કરવા ઉતરેલા કર્મચારીનું મોત, ગેસ ગળતરનો શિકાર થયો | ahmedabad corporation employee died in vastrapur during Manual scavenging

HomeAhmedabadઅમદાવાદના વસ્ત્રાપુરમાં ગટર સાફ કરવા ઉતરેલા કર્મચારીનું મોત, ગેસ ગળતરનો શિકાર થયો...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Nadiadના સલુણ ગામે 2 જૂથ વચ્ચે અથડામણ બાદ પથ્થરમારો થતા લોકો દોડયા

https://www.youtube.com/watch?v=Wt7Yik5VUBwનડિયાદના સલુણ ગામે બે જૂથ વચ્ચે જૂથ અથડામણ થયા બાદ પથ્થરમારાની ઘટના બની હતી,તો તળપદા-મહિડા વચ્ચે અથડામણ બાદ પથ્થરમારો થતા લોકોમાં દોડધા મચી હતી,તો...

AMC Employee Died During Manual Scavenging: દેશભરમાં ડિજિટલ ક્રાંતિની વાતો કરવામાં આવે છે. ટેક્નોલોજીમાં હરણફાળ ભરવાની વાત કરવામાં આવે છે પરંતુ, ગુજરાતમાં હજુ સુધી ગટર સાફ કરવાને લઈને કોઈ જ ટેક્નોલોજી વિકસિત કરવામાં નથી આવી. યોગ્ય મશીનરી અને ટેક્નોલોજીના અભાવે અવાર-નવાર ગટર સાફ કરવા માટે શ્રમિકોએ ગટરની અંદર ઉતરવું પડે છે. જે દરમિયાન ગેસ ગળતરના કારણે શ્રમિકો મોતને ભેટે  છે. આવો જ કિસ્સો ફરી અમદાવાદના પોષ વિસ્તારમાં બન્યો છે. જેમાં વસ્ત્રાપુરમાં ગટર સાફ કરતા દરમિયાન એક શ્રમિકનું મોત નિપજ્યું છે.

આ પણ વાંચોઃ પંચમહાલના ધનેશ્વર ગામે દેરાસરમાં સ્થાપિત ભગવાન મહાવીરની મૂર્તિ ખંડિત કરાતા જૈન સમાજમાં આક્રોશ

શું છે સમગ્ર ઘટના? 

અમદાવાદના વસ્ત્રાપુરમાં સુભાષ પાર્ક પાસે મંગળવારે (11 માર્ચ) લાલા પટેલ નામનો શ્રમિક ગટર સાફ કરવા માટે અંદર ઉતર્યો હતો. એક ખાનગી સોસાયટી દ્વારા શ્રમિકને ગટર સાફ કરવા માટે બોલાવવામાં આવ્યો હતો. શ્રમિક ગટર સાફ કરતો હતો તે દરમિયાન સાંજે 6 વાગ્યાની આસપાસ તેનું ગેસ ગળતરના કારણે શ્રમિકનો શ્વાસ રૂંધાયો અને તેનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ફાયર અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરની ટીમ દ્વારા શ્રમિકના મૃતદેહને બહાર કાઢી પોસ્ટ મોર્ટમ ખાતે મોકલવામાં આવ્યો હતો.

 આ પણ વાંચોઃ સિવિલની કિડની હોસ્પિટલમાં ગોટાળા, 297 લોકોની ‘ગોઠવણ’ દ્વારા ભરતી, કેગના રિપોર્ટમાં ખુલાસો 

કોર્પોરેશનની બેદરકારી? 

મળતી માહિતી મુજબ, મૃતક શ્રમિક કોર્પોરેશનનો કર્મચારી હતો. ત્યારે પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે, કોર્પોરેશન દ્વારા શ્રમિકને સુરક્ષાના સાધનો પૂરા પાડવામાં કેમ નહતાં આવ્યા? ક્યાં સુધી વિકસિત અમદાવાદને સુંદર બનાવી રાખનારા સફાઈ કામદારો સુરક્ષાના અભાવે મોતના મોંમાં ધકેલાતા રહેશે? સમગ્ર મુદ્દે હાલ પોલીસે તપાસ હાથ ધરી છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon